અભિનેતા સલમાન ખાન દેશભરમાં થિયેટર ખોલશે
મુંબઈ, હોમ પ્રોડક્શનની ફિલ્મ અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ દ્વારા બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર મોટી સ્ક્રીન પર ધમાલ મચાવવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા પણ છે.
એક્ટર અને પ્રોડ્યૂસર એમ બંને રીતે કામ કર્યા બાદ, સલમાન ખાન ખૂબ જલ્દી વધુ એક ફીલ્ડમાં પગ મૂકવાની યોજના બનાવી રહ્યો છે. દબંગ ખાન તેના પેશન પ્રોજેક્ટ પર કામ કરવાનો છે અને તે થિયેટર ચેન ખોલવાનો છે. જેનું નામ હશે ‘સલમાન ટોકીઝ. સ્ટાર સાથેની વાતચીત દરમિયાન થિયેટર ચેન વિશેના અપડેટ અંગે પૂછ્યું હતું, કે તે તેના ચાહકો માટે ખોલવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યો હતો.
હા, થિયેટર ખોલવાનો અમારો પ્લાન છે’ તેમ સલમાને સ્વીકાર્યું હતું અને આગળ કહ્યું હતું કે ‘અમે તેવો પ્લાન બનાવ્યો છે અને આશા છે કે ખૂબ જલ્દી તેના પર અમલ કરવામાં આવશે. શું સલમાન ખાને કોરોના મહામારીને જાેઈને પોતાના ર્નિણય પર ફરીથી વિચાર કર્યો હતો? તેવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘હજી તેના પર કામ ચાલી રહ્યું છે.
અમે પ્લાન બનાવ્યો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તેને રોકી દેવાયો હતો. ધીમે-ધીમે અમે ટ્રેક પર પરત આવી રહ્યા છે અને નિશ્ચિત રીતે એક દિવસ થિયેટર ખોલીશું. મેટ્રો શહેરના જે લોક સલમાન ખાનની સલમાન ટોકીઝમાં ફિલ્મ જાેવા માટે ઉત્સાહિત છે તેમને નિરાશા મળી શકે છે.
કારણ કે, સલમાનની આ થિયેટર ચેનની યોજના માત્ર તેવા નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં થિયેટર ખોલવાની યોજના છે જ્યાંના લોકો પાસે તે સુવિધા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ‘સલમાન ટોકીઝ’ સૌથી પહેલા મહારાષ્ટ્રમાં ખોલવામાં આવશે. જે બાદ ભારતના બાકીના વિસ્તારોમાં તેની સ્થાપના કરાશે.SSS