અભિનેતા સાહિલ આનંદ મે મહિનામાં પિતા બનશે
મુંબઈ: છેલ્લે સીરિયલ કસૌટી જિંદગી કી ૨માં જાેવા મળેલો એક્ટર સાહિલ આનંદ પિતા બનવાનો છે. સાહિલ અને પત્ની રંજિત મોગાના પહેલા સંતાનનો જન્મ મે મહિનામાં થવાનો છે. સાહિલે શનિવારે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. સાહિલે જણાવ્યું, હું પપ્પા બનવા માટે તૈયાર છું
પરંતુ મારી પત્ની મને ચીડાવતાં કહે છે કે હું પોતે બાળક છું અને સંતાનનો જન્મ થાય એ પહેલા મારે મોટા થવાની જરૂર છે. મારી પત્નીને લાગે છે કે મારે જીવનમાં વધુ ગંભીર બનવાની જરૂર છે નહીં તો થોડા મહિના પછી તેને બે બાળકો સાચવવા પડશે (હસે છે). આ તો મજાકની વાત હતી પરંતુ સાચું કહું તો અમે બંને પેરેન્ટ્સ બનવા માટે ખૂબ ઉત્સુક છીએ. આ ભગવાનના આશીર્વાદ છે અને હું આતુર છું. સાહિલ અને રંજિત એક દશકાથી સાથે છે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું લગ્નના શરૂઆતના વર્ષોમાં તેઓ બાળક લાવવા તૈયાર નહોતા? જવાબ આપતાં સાહિલે કહ્યું, હું પહેલા આર્થિક રીતે સ્થિર થવા માગતો હતો અને પછી બાળક પ્લાન કરવાની ઈચ્છા હતી.
હું મારા કરિયર અંગે ખૂબ પેશનેટ છું અને મારી પાસે કોઈ રસપ્રદ પ્રોજેક્ટ હોય અને જરૂર પડે તો તેના માટે હું જે-તે શહેર કે ગામમાં જઈને રહેવા પણ તૈયાર હોઉં છું. બાળક જવાબદારી છે ત્યારે તેને લાવતા પહેલા અમે સેટલ થવા માગતા હતા. મારા માતાપિતા પણ માને છે કે દરેક વસ્તુ યોગ્ય સમયે થવી જાેઈએ. મને લાગે છે કે આ સમય બાળક લાવવા માટે યોગ્ય છે.
મેં એક પ્રોજેક્ટ પણ જવા દીધો કારણકે તેના માટે મારે આગામી મહિનાઓમાં પંજાબ જવું પડે તેવું હતું. કપલે બાળકનું નામ પાડવાની જવાબદારી તેમના માતાપિતાને સોંપી દીધી છે. સાહિલે કહ્યું, મારી ઈચ્છા છે કે મારા માતાપિતા મારા બાળકનું નામ પાડે. હાલ તેઓ હાલ ચંડીગઢમાં છે અને મારું માનવું છે કે દાદા-દાદીએ જ બાળકનું નામ પાડવું જાેઈએ. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો સાહિલ વિવિધ માધ્યમોના પ્રોજેક્ટમાં બિઝી છે. તેણે કહ્યું, તેમની પાસે ટેલેન્ટેડ એક્ટર્સ માટે વધુ કામ છે.