અભિનેતા સૈફ અલીની વેબ સીરીઝ તાંડવનું ટીઝર રિલિઝ
મુંબઈ: સૈફ અલી ખાનની આગામી વેબ સીરીઝ તાંડવાનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા ભારતીય રાજકારણ પર આધારિત છે. આ વેબ સીરીઝમાં રાજકારણ, દલિત અને યુપી પોલીસ સંબંધોની વાર્તા છે, જેમાં સૈફ દમદાર ભૂમિકામાં છે.
હિમાંશુ કિશન મેહરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા પ્રોડ્યુસ તાંડવ વેબ સીરીઝનું પહેલું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર એક જ ડાયલોગ જાેરદાર છાપ છોડી જાય છે. વિડીયોમાં રાજકીય વાતાવરણ બતાવવામાં આવ્યું છે કે જ્યાં ભીડ તેમના નેતાની સામે ઉભી છે. રાજકારણીની ભૂમિકામાં સૈફ અલી ખાન જાેવા મળી રહ્યો છે. આ ટીઝરમાં ફક્ત એક જ ડાયલોગ સંભળાય છે, જે એકદમ દમદાર લાગી રહ્યો છે.
વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે, આ દેશમાં વડાપ્રધાન રાજા છે.’ આ વેબ સીરીઝમાં સૈફ અલી ખાન સિવાય ડિમ્પલ કાપડિયા અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝ ઉત્તર પ્રદેશના રાજકારણ પર આધારિત છે. આ વેબ સીરીઝનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ટીઝર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને હવે તેઓ સીરીઝ રીલિઝ થાય તેની રાહ જાેઈ રહ્યા છે.