અભિનેતા સૈફ અલી ખાનની તૈમૂર નકલ કરતા નજરે પડ્યો
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર કોઈ તસવીર પોસ્ટ કરે અને વાયરલ ના થાય તેવું ભાગ્યે જ બન્યું હશે. એમાંય જાે કરીનાએ તેના દીકરાઓ તૈમૂર કે જેહની તસવીર શેર કરી હોય તો પછી પૂછવું જ શું? પટૌડી બેગમ કરીના સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે.
દર થોડા દિવસે પોતાના પરિવાર, મિત્રો કે દીકરા સાથેની ખુશીથી છલોછલ ક્ષણો દર્શાવતા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. હાલમાં જ કરીનાએ પતિ સૈફ અને દીકરા તૈમૂરની તસવીર શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતો સૈફ અલી ખાન ઘરે હોય ત્યારે પોતાના બાળકો સાથે પૂરતો સમય વિતાવે છે.
તેમની સાથે અલગ-અલગ એક્ટિવિટીઝ કરે છે. આવી જ કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત સૈફ અને તૈમૂરને કરીનાએ કેમેરામાં કેદ કરી લીધા છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સૈફ અને તૈમૂરની તસવીર શેર કરતાં ‘ટિ્વનિંગ એન્ડ વિનિંગ’ લખ્યું છે. ફોટોમાં સૈફ ગ્રે-ટી શર્ટ અને બ્લે જિન્સમાં જાેવા મળી રહ્યો છે.
જ્યારે તૈમૂરે બ્લેક ટી-શર્ટ અને બ્લેક જિન્સ પહેર્યું છે. રસપ્રદ રીતે પિતા-પુત્રની આ જાેડીએ માથામાં બંદાના હેડબેન્ડ પહેર્યું છે. લાલ રંગના બંદાના હેડબેન્ડમાં સૈફ-તૈમૂરનું ટિ્વનિંગ ફેન્સનું દિલ જીતી રહ્યું છે. સૈફ ઘણીવાર લાલ રંગના બંદાના હેડબેન્ડમાં જાેવા મળી ચૂક્યો છે પરંતુ નાનકડા ટિમ ટિમનો આ લૂક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
થોડા દિવસ પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે, સૈફ તૈમૂરને બગાડે છે. પેરેન્ટ્સ તરીકે સૈફ-કરીના કેવા છે તે અંગે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું, “હું બહુ સ્ટ્રીક્ટ નથી પરંતુ મારે શિસ્તનું પાલન કરાવતા રહેવું પડે છે કારણકે સૈફ ઘણીવાર તૈમૂરની આદતો બગાડે છે. લોકડાઉનમાં તો શિડ્યુલ સાવ ખોરવાઈ જાય છે. સૈફને રાત્રે ૧૦ વાગ્યે તૈમૂર સાથે કોઈ ફિલ્મ જાેવી હોય ત્યારે મારે વચ્ચે પડીને તેને ટોકવો પડે છે કારણકે તે તૈમૂરનો ઊંઘવાનો સમય છે.
હવે બે બાળકો સાથે તો સંભાળવું થોડું વધુ મુશ્કેલ થયું છે. એટલે જ હું ખાવાપીવા અને ઊંઘવાના સમયમાં કંઈ આઘુંપાછું ના થાય તેની વિશેષ કાળજી લઉં છું. સૈફ બાળકોનો છૂટ્ટો દોર આપી દે છે ત્યારે મારે થોડું સ્ટ્રીક્ટ થવું પડે છે કારણકે હું માનું છું કે બાળકોમાં થોડું શિસ્ત તો હોવું જ જાેઈએ.SSS