અભિનેતા સૈફ અલી ખાને કોરોનાની રસી લીધી
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને શુક્રવારે કોરોના રસીનો ડોઝ લીધો છે. તે બાંદ્રા-કુર્લા સંકુલમાં કોરોના રસી કેન્દ્રની બહાર જાેવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર સામે આવી રહેલી તસવીરોમાં તમે જાેઈ શકો છો કે સૈફ અલી ખાન સાથે અન્ય ઘણા લોકો પણ દેખાઈ રહ્યા છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આમાં સૈફ અલી ખાન કોરોના વેક્સીન સેન્ટરની બહાર નીકળીને પોતાની કારમાં જતા દેખાઈ રહ્યો છે. આ વિડીયો સાથે લખ્યું છે કે સૈફ અલી ખાને કોરોનાની રસી લીધી છે. જણાવી દઈએ કે સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમનો જન્મદિવસ શુક્રવારે હતો અને તેણે આ દિવસે જ કોરોના રસીનો ડોઝ લીધો છે.
આપને જણાવી દઈએ કે સૈફ અલી ખાન પહેલા રાકેશ રોશન, અલ્કા યાજ્ઞિક, સતિષ શાહ, શિલ્પા શિરોડકર પણ કોરોના રસી લઈ ચુક્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે ગયા મહિનામાં ફેબ્રુઆરીમાં તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું હતું. કરીના કપૂરે બીજી વાર પુત્રને જન્મ આપ્યો છે. દંપતીને પહેલેથી જ એક પુત્ર તૈમૂર અલી ખાન છે.