અભિનેતા સોનુ સુદની વિરૂધ્ધ બીએમસીએ ફરિયાદ દાખલ કરાવી
મુંબઇ, બીએમસીએ એક છ માળના રહેણાંક ઇમારતને હોટલમાં ફેરવવાના આરોપમાં અભિનેતા સોનુ સુદની વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.બીએમસીનો આરોપ છે કે અભિનેતાએ કોઇની મંજુરી લીધા વિના આમ કર્યું છે બીએમસીએ કહ્યું કે સોનુ સુદની વિરૂધ્ધ મહારાષ્ટ્ર રીઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એકટ હેઠળ એકશન લેવા જાેઇએ.
બીએમસીએ અભિનેતા પર ઇમારતના ભાગને વધારવા પરિવર્તન કરવા અને ઉપયોગમાં પરિવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે બીએમસીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ જાણવા મળ્યુ છે કે સોનુ સુદે પોતે જ રહેણાંક ઇમારતને રેજિડેંશિયલ હોટલ બિલ્ડીંગમાં ફેરવી દીધુ તેના માટે તેમણે ઓથોરિટીથી જરૂરી ટેકનીકી મંજુરી પણ હાંસલ કરી ન હતી.
એ યાદ રહે કે બીએમસી તરફથી આ ફરિયાદ ચાર જાન્યુઆરીએ જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. બીએસીએ સોનુ સુદને નોટીસને નજરઅંદાજ કરવાનો પણ આરોપ લગાવ્યો છે એક એફઆઇઆર એમઆરટીપી એકટ હેઠળ દાખલ કરવામાં આવી છે.
એ યાદ રહે કે કોરોના વાયરસની કારણે લાગેલ લોકડાઉન બાદ જ બોલીવુડ અભિનેતા સોનુ સુદ પ્રવાસીઓને ઘરે પહોંચાડવાને લઇને ચર્ચમાં હતો ખાસ વાત એ છે કે સોનુ સુદ ટિ્વટર પર ફ્રેન્સના ટ્વીટના જવાબ પણ આપતા હતાં તેમણે લોકની મદદ માટે અનેક યોજનાઓ પણ લોન્ચ કરી છે.
તેના કેરિયરની વાત કરીએ તો તે તાકિદે જ કિસાન ફિલ્મમાં નજરે આપશે ફિલ્મને ઇ નિવાસ ડાયરેકટર કરશે અને રાજ શાંડિલ્ય પ્રોડયુસ કરશે આ ફિલ્મ માટે હજુ અન્ય કાસ્ટની બાબતમાં કોઇ માહિતી મળી નથી પરંતુ સોનુ સુદના ફ્રેન્સે પહેસા જ આ નવા પ્રોજેકટના અભિનંદન આપવાનું શરૂ કરી દીધુ છે.HS