Western Times News

Gujarati News

અભિનેતા સોનુ સુદને લોકોની મદદ માટે સંયુકત રાષ્ટ્રે સમ્માનિત કર્યા

યુએનડીપીનો આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય કલાકાર છે આ પહેલા પ્રિયંકા ચોપડાને આ સમ્માન મળી ચુકયુ છે

મુંબઇ, કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં ફલાયેલ પ્રવાસી મજદુરોની મદદ કરનાર સોનુને એડીજી સ્પેશલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડથી સમ્માનિત કર્યા તેમને આ સમ્માન સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(યુએનડીપી)એ આપ્યું છે સોનુ સુદને આ એવોર્ડ વચ્ર્યુઅલ સેરેમની દરમિયાન આપવામાં આવ્યા આ સમ્માન મળ્યા બાદ સોનુ સુદ ખુશ છે તેમણે કહ્યું કે તે યુએનડીપી અને તેના પ્રયાસોને પણ સપોર્ટ કરશે.

યુએનડીપીનું એડીજી સ્પેશલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડ મળ્યા બાદ સોનુ સુદે કહ્યું કે આ એક દુર્લભ સમ્માન છે સંયુકત રાષ્ટ્રની માન્યતા ખુબ જ સ્પેશલ છે મેં તે કર્યું જે હું મારા તરફથી કંઇક થોડુ કરી શકતો નહતો આ બધુ મેં મારા દેશના લોકો માટે કર્યું કોઇ આશા વિના પરંતુ આ સમ્માન અને ઓળખ માટે સારુ લાગી રહ્યું છે.

સોનુ સુદે આગળ કહ્યું કે હું ૨૦૩૦ સુધી એનડીજી પ્રાપ્ત કરવાના પોતાના પ્રયાસોમાં યુએનડીપીને પુરૂ સમર્થન આપીશ આ લક્ષ્યોને કાર્યાન્વયનથી પૃથ્વી અને માનવ જાતિને ખુબ લાભ મળશે યુએનડીપીનો આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય કલાકાર છે આ પહેલા પ્રિયંકા ચોપડાને આ સમ્માન મળી ચુકયુ છે આ ઉપરાંત આ એવોર્ડ મેળવનારાઓમાં એજેલિના જાેલી ડેવિડ બેખમ લિયાનાર્દો ડિક્રેપ્રિયો,એમ્મા વાટસન લિયામ નીસોન કૈટ વ્લાંચેટ એટોનિયો બૈંડરસ અને નિકોલ કિડમૈનનું નામ સામેલ છે.

સોનુ સુદને આ સમ્માન દેશભરમાં ફલાયેલા હજારો પ્રવાસી અને છાત્રોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મળ્યું આ ઉપરાંત યુવા બાળકોને મફત શિક્ષણ અને મેડિકલસુવિધા અને કોરોના મહામારીથી પ્રભાવિત બેરોજગારોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટેં આપવામાં આવ્યું છે સુદથી મદદ મેળવનારા કે પ્રભાવિત લોકો તેમને મજદુરોનૌ મસીહા બતાવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.