અભિનેતા સોનુ સૂદ શિરડી મંદિરમાં લાઈનમાં ઊભો રહ્યો

મુંબઈ: બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે જ્યારથી કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની મદદ કરી છે. ત્યારથી દુનિયાભરમાં તેની ફેન ફોલોઈંગમાં ખૂબ જ વધારો થયો છે. સોનુ સૂદ હાલ પણ વારંવાર જરુરિયાતમંદની મદદ કરી રહ્યો છે અને ચર્ચામાં છે. ફેન્સ સોનુ સૂદ પાછળ કેટલા દિવાના છે તેનો અંદાજાે તાજેતરમાં જ જાેવા મળ્યો જ્યારે સોનુ સૂદ મંદિરમાં દર્શન કરવા માટે શિરડી પહોંચ્યો. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.
જેમાં સોનુ સૂદ શિરડીના મંદિર બહાર નીકળતો જાેવા મળ્યો છે અને બહાર હજારોની ભીડ સોનુ માટે ‘રિયલ હિરો-રિયલ હિરો’ જેવા શબ્દોથી બૂમ પાડી રહ્યાં છે. આ વિડીયોમાં સોનુ સૂદ ફેન્સનું અભિવાદન કરતા જાેવા મળ્યા છે. ફેન્સની ભીડ ત્યારે ક્રેઝી થઈ ગઈ હતી
જ્યારે સોનુ સૂદ પોતાની કાર પર ઉભો થઈ જાય છે. જાે વાત કરવામાં આવે કામની તો સોનુ સૂદે થોડા દિવસ પહેલા જ લીડ રોલ માટે ફિલ્મ ‘કિસાન’માં સાઈન કરવામાં આવ્યો છે. સોનુ સૂદના લીડ રોલવાળી ફિલ્મ ‘કિસાન’ને ઈ નિવાસ ડિરેક્ટ કરશે.
આ ફિલ્મને રાજ શાંડિલ્ય પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યાં છે. જેમણે આયુષ્માન ખુરાનાની સુપરહિટ ફિલ્મ ‘ડ્રીમગર્લ’નું ડિરેક્શન કર્યુ હતું. આ ઉપરાંત સોનુ સૂદ ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે એક મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.