Western Times News

Gujarati News

અભિનેતા સોનૂ સૂદ સાયકલ લઈને દૂધ વેચવા નીકળ્યો ?

મુંબઈ: બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ ફિલ્મોમાં પોતાની એક્ટિંગની સાથો સાથ સામાજીક કામો માટે પણ જાણીતો છે. કોરોના મહામારી દરમિયાન સોનૂ સૂદે જરૂરીયાતમંદ લોકોની મદદ કરી હતી અને આ સિલસિલો હાલ પણ ચાલી રહ્યો છે. આની સાથે સોનૂ સૂદ કેટલાંક મજાના કામ પણ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. તાજેતરમાં જ સોનૂ સૂદે એક મજાનો વિડીયો શેર કર્યો છે. સોનૂ સૂદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મજાનો વિડીયો શેર કર્યો છે.

વિડીયોમાં તમે જાેઈ શકો છો કે સોનૂ સૂદ દૂધવાળાની સાયકલ ચલાવી રહ્યો છે અને તેના પર ભેંસોને નાખવાનો ચારો પણ છે. ચારાની સાથે એક દૂધવાળો પણ બેસેલો છે. સોનૂ સૂદ દૂધવાળાને પૂછે છે કે, તે દૂધ કેટલાંમાં આપશે? ત્યારે દૂધવાળો કહે છે કે ૫૦ રૂપિયા. ત્યારબાદ સોનૂ સૂદ કહે છે કે, તે તેની સાયકલ ચલાવીને આટલી મહેનત કરે છે તો ડિસ્કાઉન્ટ પણ નહીં મળે. દૂધવાળો ડિસ્કાઉન્ટ આપવાથી ઈનકાર કરે છે. સોનૂ સૂદ દુધવાળાને કહે છે કે, દૂધમાં પાણી મિલાવો છો. તો જવાબ મળે છે કે, ના માત્ર દૂધ જ. સોનૂ સૂદના આ વિડીયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે

કમેન્ટ પણ કરી રહ્યાં છે. આ વિડીયોને અત્યાર સુધીમાં ૩૦ લાખથી પણ વધુ લોકો લાઈક કરી ચૂક્યાંછે. સોનૂ સૂદે વિડીયો શેર કરતા લખ્યુ છે કે, ભેંસોને ખાવાનો સમય થઈ ગયો છે. મિલ્કમેન સોનૂ સૂદ. સોનૂ સૂદે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. જેમાં તે ફરાહ ખાન સાથે નજરે પડે છે. તસવીરમાં બંને એક ટ્રેક્ટર પર બેસેલા દેખાય છે. તસવીરમાં બંને અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહ્યાં છે. સોનૂ સૂદે આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા સૌથી સારા દોસ્ત સાથે હરિયાળી અને રસ્તો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.