અભિનેતા હૃતિક રોશને શેર કરી મમ્મી સાથે સુંદર તસવીર
મુંબઈ, બોલિવુડ એક્ટર હૃતિક રોશન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાની સ્ટાઈલિશ તસવીરો અને ફિલ્મને લગતી પોસ્ટ કરવા ઉપરાંત એક્ટર પરિવારની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરતો રહે છે. હાલમાં જ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એક્ટરે મિરર સેલ્ફી લીધી છે અને તેના મમ્મી પિંકી રોશન બાલ્કનીમાં ઊભા છે. હૃતિક પોતાની આ પોસ્ટથી પ્રેમ અને પોઝિટિવિટી ફેલાવા માગતો હતો પરંતુ લોકોએ બીજું જ કંઈ જાેઈ લીધું. હૃતિકે તસવીર શેર કરતાં લખ્યું, મમ્મી સાથે લેઝી બ્રેકફાસ્ટ ડેટ. આ ગુડ મોર્નિંગ છે.
બુધવારે રવિવાર જેવું લાગી રહ્યું છે. હવે જાઓ અને તમારી મમ્મીને ભેટો. હૃતિકની આ પોસ્ટ પર ઘણાં સેલેબ્સે હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. વળી, કેટલાક લોકો એ જાેઈને ચોંકી ગયા કે હૃતિકના ઘરની દીવાલ પર પોપડી (ભેજ આવ્યો છે) જામી છે.
એક શખ્સે કોમેન્ટ કરતાં લખ્યું, ધ્યાનથી જુઓ હૃતિક રોશનના ઘરમાં પોપડી છે. આ સાથે જ શખ્સે રડતા ઈમોજી પણ મૂક્યા હતા. ફેન્સની આટલી બધી કોમેન્ટ્સ જાેઈને હૃતિક રોશન પણ પોતાને જવાબ આપતાં ન રોકી શક્યો. દીવાલ પર ભેજના કારણે પોપડી કેમ વળી છે તેનું કારણ એક્ટરે જણાવી દીધું હતું. હૃતિકે કોમેન્ટ કરતાં લખ્યું, “હાલ ઘર ભાડે લીધેલું છે. ટૂંક સમયમાં જ મારું પોતાનું ઘર ખરીદી રહ્યો છું.”
જણાવી દઈએ કે, ગત વર્ષે ચર્ચા હતી કે હૃતિક રોશન જૂહુ-વર્સોવા લિંક રોડ પર એપાર્ટમેન્ટ ખરીદી રહ્યો છે. એપાર્ટમેન્ટ ડ્યૂપ્લેક્સ પેન્ટહાઉસ છે અને બીજું ઘર એક માળનું છે. આ બિલ્ડિંગના ૧૪,૧૫ અને ૧૬મા માળે આવેલું છે. આ ઘર તૈયાર થઈ રહ્યું છે. જૂન ૨૦૨૦થી રોશન પરિવાર ભાડાના મકાનમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, હાલ તો રાકેશ રોશન અને તેમનો પરિવાર લોનાવાલામાં રહે છે. હૃતિક પણ મમ્મી-પપ્પાને મળવા ત્યાં આવતો જતો રહે છે. થોડા દિવસ પહેલા રાકેશ રોશનનો જન્મદિવસ લોનાવાલામાં જ ઉજવવામાં આવ્યો હતો. હૃતિક બંને દીકરાઓને લઈને ત્યાં પહોંચ્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, હૃતિક રોશન દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જાેવા મળશે. આ સિવાય ‘ક્રિશ ૪’ની પણ તૈયારી કરી રહ્યો છે.SSS