Western Times News

Gujarati News

અભિનેત્રી અંજલિ અરોરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કલાકારોના ખુલાસાઓથી લોકો આશ્ચર્યમાં.

ફિનાઈલ પીને અંજલિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, વાતનો ખુલાસો તેણે કંગના રણૌતના શો લોકઅપમાં કર્યો.

મુંબઈ,કંગનાની LockUpમાં બંધ સ્ટાર્સ એક પછી એક મોટા ખુલાસાઓ કરી રહ્યા છે. આ ખુલાસાથી દર્શકો આશ્ચર્યમાં છે. આવો જ એક ખુલાસો કચ્ચા બાદામ ગર્લ અંજલિ અરોરાએ કર્યો છે. સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.ફિનાઈલ પીને અંજલિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો ખુલાસો તેણે કંગના રણૌતના શો લોકઅપમાં કર્યો છે. જેમાં તેની અને સાથી કન્ટેસ્ટન્ટ મુનવ્વર ફારૂકીની કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય બન્યો છે. અને જે વચ્ચે તેણે એક મોટું રહસ્ય ખોલ્યું છે. એવી સ્થિતિની તેણે વાત કરી છે.

જેના કારણે તે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી. અંજલિ અરોરાએ કહ્યું કે, તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભગવાનની દયાથી તે બચી ગઈ હતી. રિપોર્ટ અનુસાર અંજલિએ કરેલા આ ખુલાસાથી કંગના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. અંજલિએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે હું ૧૧માં ધોરણમાં હતી ત્યારે મે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હું મારા ભાઈ સાથે હતી.

તે મારા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ હતો. મે મારા ક્લાસ બંક કર્યા અને એક કાફેમાં જઈને હુક્કો પીધો. આ વાત મારા ભાઈને ક્યાંકથી ખબર પડી ગઈ અને તેણે સૌની સામે મને થપ્પડ મારી. અંજલિએ કહ્યું કે, મે તેને કહ્યું હતુ કે, મારા પિતાને ન જણાવે. પરંતુ તેણે કહી દીધું. મારા પિતાજીએ એ દિવસે મને માર માર્યો હતો. તેણે આગળ કહ્યું કે, પછી હું મારા રૂમમાં ગઈ, દરવાજાે બંધ કર્યો અને ફીનાીલ પી લીધું. એક કલાક બાદ મારા ભાઈએ દરવાજાે ખોલ્યો અને મને હૉસ્પિટલ લઈ ગયા. ત્યારે મારા પરિવારને તેમની ભૂલની ખબર પડી. અલ્ટ બાલાજી પર પ્રસારિત થતા LockUp શોની આ કન્ટેસ્ટંટ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટા પર તેના એક કરોડથી વધુ ફોલોઅર્સ છે. જેના પર કંગના પણ આશ્ચર્ય વ્યક્ત કરી ચુકી છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.