Western Times News

Gujarati News

અભિનેત્રી અદા શર્મા એરપોર્ટ ઉપર દાદી સાથે જાેવા મળી

મુંબઈ: અભિનેત્રી અદા શર્મા ફરી એકવાર તેના બબલી અંદાજમાં જાેવા મળી હતી. આ વખતે તે તેની દાદી સાથે એરપોર્ટ પર જાેવા મળી હતી. આ સમય દરમિયાન બંનેએ એવું માસ્ક પહેર્યું હતું કે તેને જાેઈને તમે હસી પડશો. અદાએ પ્રવાસ માટે યલો કલરના આઉટફિટ પસંદ કર્યા હતા. તેના પર ઉપરથી એનિમલ પ્રિન્ટ જાેઈ શકાય છે.

મીની ડ્રેસ પહેર્યા હોવા છતાં એદાએ બેલીઝ અથવા હીલ્સ નહીં, સફેદ રંગનાં સ્નીકર્સ પહેર્યાં હતાં. જેનાથી તે તેના લુકને ઠંડક આપી રહી છે. આ લુકની બીજી ખાસ વાત એ હતી કે અભિનેત્રીનું જેકેટ, જે એકદમ અલગ હતું. લાંબા ડેનિમ જેકેટની પાછળ એક પેઇન્ટિંગ હતી જેમાં ‘અદા કી અદા’ લખેલું હતું.

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયા પર નવી પોસ્ટ્‌સ શેર કરીને ચાહકોનું મનોરંજન કરે છે. કેટલીકવાર તેના ડાન્સ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક ફિટનેસ વીડિયો. અદા શર્મા ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે અને પોતાના અવનવા વિડીયો શેર કરતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.