અભિનેત્રી અનુષ્કાના વાળ પ્રેગ્નેન્સી બાદ ખરવા લાગ્યા

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જે હાલ લંડનમાં છે, તેણે ફ્રેશ મેકઓવર સાથે વીકએન્ડની શરૂઆત કરી છે. વાત એમ છે કે પ્રેગ્નેન્સી બાદ નવા હેર કટ કરાવ્યા છે. નવા લૂકની તસવીરો શેર કરીને તેણે ખુલાસો કર્યો છે કે, તેને તેના આ શોર્ટ હેર કેટલા પસંદ આવી રહ્યા છે. આ સિવાય તેણે તેમ પણ જણાવ્યું છે કે, દીકરી વામિકાના જન્મ બાદ તેના વાળ ખરી રહ્યા હતા. તસવીરો શેર કરીને તેણે એક્ટ્રેસ સોનમ કપૂરનો પણ આભાર માન્યો છે. અનુષ્કા શર્માએ જે તસવીરો શેર કરી છે,
તેમાં તે નો મેક-અપ લૂકમાં જાેવા મળી છે. શોર્ટ હેર તેના પર સારા લાગી રહ્યા છે. તેણે વ્હાઈટ ટોપ અને યલ્લો કલરનું જેકેટ પહેરી રાખ્યું છે. પોસ્ટની સાથે તેણે લખ્યું છે કે, બાળકના જન્મ બાદ જ્યારે વાળ ખરવા લાગે છે, ત્યારે તમે સારા હેર કટના વખાણ કરો છે. અનુષ્કા શર્મા લંડનથી સતત એક્ટિવ રહીને અપડેટ આપતી રહે છે, જ્યાં તે પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં દીકરી વામિકાના માતા-પિતા બન્યા હતા. જે હાલ પાંચ મહિનાની થઈ ગઈ છે. અનુષ્કા અને વિરાટ તેમની દીકરી વામિકાની પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે માત્ર દીકરીનું નામ જણાવ્યું છે પરંતુ તેનો ચહેરો દેખાડ્યો નથી.
અનુષ્કાની ડ્યૂ ડેટ નજીક હતી ત્યારે પણ કપલે ફોટોગ્રાફર્સને તેમની દીકરીની તસવીર ક્લિક ન કરવા માટેની વિનંતી કરી હતી. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ‘ સેશન દરમિયાન એક ફેને જ્યારે વામિકાની ઝલક દેખાડવાની માગ કરી ત્યારે પણ કોહલીએ સ્પષ્ટ ના પાડી હતી.
તેણે કહ્યું હતું કે, ‘મેં અને અનુષ્કાએ કપલ તરીકે જ્યાં સુધી સોશિયલ મીડિયા શું છે તે વામિકા ન સમજે ત્યાં સુધી તેનાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લા ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. બાદમાં તેણે એક પણ પ્રોજેક્ટ હાથમાં લીધો નથી. જાે કે, પ્રેગ્નેન્સી દરમિયાન તેણે ઘણી એડ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.