Western Times News

Gujarati News

અભિનેત્રી અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી

મુંબઈ, અનુષ્કા શર્મા હાલ તો બોલિવુડથી દૂર છે અને પરિવાર સાથે ભરપૂર સમય વિતાવી રહી છે. યુકેમાં અનુષ્કા શર્મા નવી બહેનપણીઓ બનાવી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની ટૂર પર છે ત્યારે અનુષ્કા શર્મા પણ અન્ય ક્રિકેટરોની પત્નીઓની જેમ પતિ સાથે છે.

અનુષ્કા અને વિરાટ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો અને તેમની પત્નીઓ સાથે ઈંગ્લેન્ડના શહેરોમાં ફરતા જાેવા મળ્યા છે અને આવી કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હાલમાં જ અનુષ્કા સ્ટેડિયમમાં મેચ જાેવા પહોંચી હતી અને તેની સાથે ક્રિકટરોની પત્નીઓ પણ હતી.

સોશિયલ મીડિયા પર એક ગ્રુપ ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કાની સાથે જસપ્રીત બુમરાહની પત્ની અને ટીવી પ્રેસન્ટર સંજના ગણેશન, ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહ, રવિચંદ્ર અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ અને મયંક અગ્રવાલની પત્ની આશિતા સૂદ સહિતના લોકો જાેવા મળે છે. તસવીરમાં બધી જ લેડીઝ ખૂબસૂરત લાગી રહી છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં મેચ ચાલી રહી છે.

અનુષ્કા શર્મા ફ્લોરલ શર્ટ અને નેવી પેન્ટમાં જાેવા મળે છે. શોર્ટ હેરમાં અનુષ્કાનો લૂક સરસ લાગે છે. વિરાટ અને અનુષ્કા ઈંગ્લેન્ડમાં ટુરિસ્ટની જેમ ફરી રહ્યા છે. વિરાટ અને બાકીના ક્રિકેટર્સ મેચ કે પ્રેક્ટિસમાં વ્યસ્ત ના હોય ત્યારે તેઓ ઈંગ્લેન્ડમાં ફરતા જાેવા મળે છે.

ગત મહિને ઓનમના તહેવાર પર આ સૌએ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં લંચ કર્યું હતું. આ સિવાય વિરાટ-અનુષ્કા અનેકવાર લંચ ડેટ પર જતાં જાેવા મળ્યા છે. દરમિયાન તેઓ ફોટો પડાવીને ફેન્સને પણ ખુશ કરી દે છે. આ તસવીરો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. ૨૦૧૮માં રિલીઝ થયેલી આ ફિલ્મ પછી અનુષ્કાએ કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત નથી કરી. જાેકે, અનુષ્કાએ પ્રેગ્નેન્સી દરમિયાન અને વામિકાને જન્મ આપ્યાના થોડા દિવસોમાં જ એડ માટે શૂટિંગ કર્યું હતું. ફેન્સ આતુરતાથી અનુષ્કાના નવા પ્રોજેક્ટની રાહ જાેઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.