અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે વામિકા સ્ટેડિયમમાં પહોંચી
મુંબઇ, અનુષ્કા શર્મા અને તેની દીકરી વામિકા હાલ ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ ટીમ ઈન્ડિયા સાથે ટેસ્ટ અને વનડે સીરિઝ માટે સાઉથ આફ્રિકા ગયો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં જ પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર રહી હતી.
માત્ર અનુષ્કા જ નહીં તેની દીકરી વામિકા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતી. વિરાટનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં પહોંચેલા અનુષ્કા અને વામિકાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સામે આવેલી તસવીરમાં બ્લેક ડ્રેસ અને હૂપ ઈયરિંગ્સમાં ખૂબ સુંદર લાગી રહી છે.
અનુષ્કાના ખોળામાં વામિકા બેઠી છે. વ્હાઈટ ફ્રોકમાં અને વાળમાં બે ચોટલી સાથે વામિકા ક્યૂટ લાગતી હતી. વિવિધ ફેનપેજ પર વામિકા અને અનુષ્કાની આ તસવીર વાયરલ થઈ છે. જાેકે, ‘વિરુષ્કા’ નથી ઈચ્છતાં કે તેમની દીકરીનો ચહેરો સોશિયલ મીડિયા પર દેખાય એટલે જ ફેનક્લબ્સે દિલના ઈમોજી દ્વારા વામિકાનો ચહેરો ઢાંકી દીધો છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી માત્ર અનુષ્કા પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં જતી હતી.
પરંતુ હવે દીકરી વામિકા પણ પપ્પાને ચીયર કરવા સ્ટેડિયમમાં જાય છે. થોડા દિવસ પહેલા જ વિરાટ અને અનુષ્કા દીકરી વામિકા સાથે સાઉથ આફ્રિકા જવા રવાના થયા હતા. એ વખતે વિરાટે ફોટોગ્રાફર્સને વિનંતી કરી હતી કે તેમની દીકરીની તસવીરો ક્લિક ના કરે. ત્યારે ફોટોગ્રાફર્સે તેની વિનંતીનું માન રાખ્યું હતું.
જે બદલ બાદમાં અનુષ્કાએ સૌનો આભાર પણ માન્યો હતો. દીકરીની પ્રાઈવસીનું માન જાળવવા માટે અનુષ્કાએ ફેનક્લબ્સ અને મીડિયાના ફોટોગ્રાફર્સનો આભાર માનતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, અમે ભારતીય ફોટોગ્રાફર્સ અને મોટાભાગના મીડિયાનો આભાર માનીએ છીએ કારણકે તેમણે વામિકાના ફોટો અને વિડીયો પબ્લિશ ના કર્યા.
જેમણે તેના ફોટો કે વિડીયોનો ઉપયોગ કર્યો છે તેમને માતાપિતા તરીકે અમારી વિનંતી છે કે, તેઓ ભવિષ્યમાં અમને સાથ આપે. અમે હંમેશા સુનિશ્ચિત કર્યું છે કે તમને અમારા (વિરાટ-અનુષ્કા) ફોટો કે વિડીયો મળતા રહે ત્યારે અમે ફરી વિનંતી કરીએ છીએ કે, અમારી દીકરીનો ફોટો કે વિડીયો ના લો.
વિરાટ અને અનુષ્કાની દીકરી વામિકાનો જન્મ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. એ વખતે પણ વિરાટ-અનુષ્કાએ મીડિયાને દીકરીની તસવીરો ક્લિક ના કરવાની વિનંતી કરી હતી. વિરાટ-અનુષ્કા પણ ક્યારેક વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ તેમાં પણ તેનો ચહેરો ના દેખાય તેનું ધ્યાન રાખે છે.SSS