અભિનેત્રી અર્ચના પૂરણ સિંહના લગ્નના ૨૯ વર્ષ પૂરા થયા
મુંબઈ: ધ કપિલ શર્મા શોની સ્પેશિયલ જજ અને બોલિવુડ એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે પતિ-એક્ટર પરમીત સેઠી સાથે ૨૯મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. અર્ચનાએ પતિ સાથેની એક થ્રો બેક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને આ સાથે એક લાંબી નોટ પણ લખી હતી. જેમાં તેણે આખા જીવનનો ઉલ્લેખ કર્યો હતો.
અર્ચનાએ લખ્યું હતું કે, ૧૯૯૨. ૨૯ વર્ષ અને ગણી રહી નથી. અગણિત ઝઘડાને અને મેકિંગ-અપને ગણી રહી નથી. આનંદ અને કપરો સમય, ઉતાર અને ચડાવ, સારું અને ખરાબ…આપણા બે સુંદર છોકરા, સાથે મળીને મકાનમાંથી બનાવેલું ઘર, સાથે કરેલી ટ્રિપ અને હજી પણ કરી રહ્યા છે…
આ બધું સુંદર અને અર્થપૂર્ણ એટલા માટે હતું કારણ કે આ દરમિયાન તે મારો હાથ પકડ્યો હતો. મારો બેસ્ટ ફ્રેન્ડ, મારો સાથી અને મારો સાઉન્ડિંગ બોર્ડ…અહીંયા તું અને હું સાથે છીએ. હંમેશા. કારણ કે બીજું બધુ તેના વગર કંઈ નથી. હેપ્પી એનિવર્સરી
એક્ટ્રેસની પોસ્ટ પર તનાઝ ઈરાની, અલ્કા યાજ્ઞિક તેમજ અનુપમ ખેર સહિત ફેન્સે અનિવર્સરી પર વિશ કર્યું હતું. તનાઝ ઈરાનીએ લખ્યું હતું ‘હેપ્પી હેપ્પી હેપ્પી એનિવર્સરી. તમને બંનેને હંમેશા પ્રેમ અને ખુશી મળે’. અલ્કા યાજ્ઞિકે કોમેન્ટ કરી હતી ‘હેપ્પી એનિવર્સરી બંનેને…હંમેશા માટે ખૂબ બધો પ્રેમ’ તો પરમીત સેઠીએ અર્ચના પૂરણ સિંહની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, મેરે હમસફર, ૨૯ સાલ કહા ગયે કિસકો ખબર, આજ ભી ચલને કો તૈયાર હું તેરે સાથ, તુ જબ કહે ઔર જિધર. હેપ્પી એનિવર્સરી પ્રિય.
અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠીની લવ સ્ટોરી સુંદર છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં, પરમીતે ઉલ્લેખ કર્યો હતો કે, તેને જ પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. ‘મારા માટે તે પહેલી નજરનો પ્રેમ હતો. અર્ચનાની સુંદરતા મને ગમી ગઈ હતી. તે અર્ચનાનો સ્વભાવ અને વિચારોમાં પારદર્શિતા હતી જેણે મને તેના પ્રત્યે આકર્ષિત કર્યો હતો, તેમ પરમીતે કહ્યું હતું.