Western Times News

Gujarati News

અભિનેત્રી ઉર્વશી રૌતેલા રિષભ પંતની પાછળ પડી છે?

ઉર્વશી અને રિષભ પંત વચ્ચે સોશિયલ મીડિયા વૉર

ઉર્વશી રૌતેલાએ રક્ષાબંધન પર એક પોસ્ટ શેર કરી હતી જેની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહી છે

મુંબઈ,થોડા દિવસ પહેલા જ ચર્ચા હતી કે, બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. જ્યારે અફેરની વાત સામે આવી ત્યારે રિષભ પંતે તેને અફવા માત્ર ગણાવી દીધી. ઋષભ પંતે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લોકો માત્ર પબ્લિસિટી માટે જૂઠ્ઠું બોલે છે અને તેના નામનો ઉપયોગ કરે છે. જે બાદ લોકોએ અંદાજાે લગાવ્યો કે રિષભે આ વાત ઉર્વશી માટે કહી હતી. હવે ઉર્વશીએ પલટવાર કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે.

જેમાં રિષભને ‘છોટુ ભૈયા’ અને ઇઁ કહીને સંબોધ્યો છે. ઉર્વશીએ રિષભ પંત પર કટાક્ષ કરતાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, છોટુ ભૈયાએ બેટ-બોલ રમવું જાેઈએ. હું કોઈ મુન્ની નથી બેટા કે તારા માટે બદનામ થઉં. રક્ષાબંધનની શુભેચ્છા RP છોટુ ભૈયા. ચૂપ રહેતી છોકરીનો ફાયદો ઉઠાવવાની કોશિશ ના કરો. આ પહેલા રિષભ પંતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નોટ શેર કરી હતી અને તેના પરથી ફેન્સ અંદાજાે લગાવી રહ્યા હતા કે આ ઉર્વશી માટે હતી.

નોટમાં રિષભે કોઈનું નામ લખ્યું નહોતું. “અજીબ છે કે, કેટલાક લોકો પોપ્યુલર થવા અને સમાચારમાં રહેવા માટે ઈન્ટરવ્યૂમાં જૂઠ્ઠું બોલે છે. દુઃખદ છે કે કેટલાક લોકોને નામ કમાવવાની અને ફેમસ થવાની તરસ છે. ભગવાન તેમને સદ્ધબુદ્ધિ આપે.” આ જ પોસ્ટમાં રિષભે ‘મેરા પીછા છોડો બહેન’ અને ‘જૂઠ્ઠ કી લિમિટ હોતી હૈ’ જેવા હેશટેગ વાપર્યા હતા.

જાેકે, બાદમાં રિષભે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, દિલ્હીમાં તે શૂટિંગ કરી રહી હતી ત્યારે કોઈએ તેને મળવા માટે આખી રાત રાહ જાેઈ હતી. તેણે કહ્યું હતું, “મિસ્ટર RP હોટેલની લોબીમાં આવ્યા અને મને મળવાની રાહ જાેતા રહ્યા. ૧૦ કલાક વિતી ગયા અને હું ઊંઘી ગઈ.

હું કોઈનો ફોન પણ ના ઉઠાવી શકી. જ્યારે હું ઉઠી તો મેં જાેયું કે ૧૬-૧૭ મિસ્ડ કોલ હતા અને મને ખરાબ લાગ્યું કે કોઈ મારી રાહ જાેતું હતું અને હું તેને મળી ના શકી. મેં તેને કહ્યું કે, મુંબઈ આવીશ ત્યારે મુલાકાત કરીશ. અમે મુંબઈમાં મળ્યા હતા પણ વખતે ત્યાં ફોટોગ્રાફર્સ આવી ગયા અને બહુ ડ્રામા થયો હતો.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.