અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચને ૪૭મા બર્થ ડેની ઉજવણી કરી
મુંબઈ: પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ૧ નવેમ્બરે ૪૭ વર્ષની થઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ દુનિયાભરના ફેન્સે ઐશ્વર્યાને સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ત્યારે પતિ અભિષેક બચ્ચને પણ મોડેમોડે ઐશ્વર્યા સાથેની સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અભિષેકે લખ્યું, હેપી બર્થ ડે વાઈફી.
પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અભિષેકે લખ્યું, હેપી બર્થ ડે વાઈફી. સર્વસ્વ માટે આભાર! તું અમારા માટે જે કરે છે અને તું અમારા માટે જે છે, તેના માટે આભાર. તું હંમેશા હસતી રહે અને ખુશ રહે. અમે તને અનંતકાળ સુધી પ્રેમ કરતા રહીશું. આઈ લવ યુ. તસવીરમાં જોઈ શકાય છે ઐશ્વર્યા પીળા રંગના ડ્રેસમાં અને અભિષેક કુર્તામાં જોવા મળે છે.
આ વખતે કોરોના મહામારીના કારણે તેઓ મુંબઈમાં પોતાના ઘરે જ છે
આ તસવીરમાં અભિષેક-ઐશ્વર્યાની જોડી ખૂબસૂરત લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઐશ્વર્યા રાયે પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે રોમમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જો કે, આ વખતે કોરોના મહામારીના કારણે તેઓ મુંબઈમાં પોતાના ઘરે જ છે. દિવસ દરમિયાન ઐશ્વર્યાને અઢળક શુભેચ્છાઓ મળી હતી.
“મારા જીવનનો સંપૂર્ણ પ્રેમ, આરાધ્યા મારી એન્જલ હું તને સનાતન કાળ સુધી, અમર્યાદિત અને નિઃસ્વાર્થ પ્રેમ કરતી રહીશ
ત્યારે એક્ટ્રેસ રાત્રે સોશિયલ મીડિયા દ્વારા સૌનો આભાર માન્યો હતો. દીકરી આરાધ્યા સાથેની બે સુંદર તસવીરો શેર કરીને ઐશ્વર્યાએ જન્મદિવસ પર શુભેચ્છા આપનારા તમામનો આભાર માન્યો હતો.
ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં લખ્યું, “મારા જીવનનો સંપૂર્ણ પ્રેમ, આરાધ્યા મારી એન્જલ હું તને સનાતન કાળ સુધી, અમર્યાદિત અને નિઃસ્વાર્થ પ્રેમ કરતી રહીશ તારા માટે હંમેશા આભારી રહીશ આજે અને હંમેશા મારા પર પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ વરસાવનારા મારા તમામ શુભચિંતકોનો આભાર.