અભિનેત્રી ઐશ્વર્યા રાયે ફગાવેલી ૮ ફિલ્મો હિટ રહી
મુંબઈ, દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તે બોલિવુડ સિવાય હોલિવુડમાં પણ પોતાની એક્ટિંગનો જાદૂ વિખેરી ચૂકી છે. હાલ તે ભલે ફિલ્મોમાં ઓછા જાેવા મળી રહી હોય પરંતુ એક સમયે તે દરેક પ્રોડ્યૂસર-ડિરેક્ટરની પહેલી પસંદ હતી.
મોડલિંગના દિવસોથી જ ઐશ્વર્યાને ફિલ્મોની ઓફર મળવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ તેણે તે સમયે એવી ફિલ્મોની ઓફર ફગાવી હતી, જે તે સમયે હિટ રહી હતી. રાજા હિંદુસ્તાનીથી કરિશ્મા કપૂરનું સ્ટારડમ વધ્યું હતું. આ ફિલ્મ પહેલા ઐશ્વર્યા રાયને ઓફર થઈ હતી.
આ ફિલ્મ તે મિસ વર્લ્ડ બની તે પહેલા મળી હતી. જાે કે, તેણે રિજેક્ટ કરી દીધી હતી. કુછ કુછ હોતા હૈમાં ઐશ્વર્યા રાયને રાણી મુખર્જીવાળો રોલ ઓફર થયો હતો. અગાઉ ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હું તે સમયે નવી હતી પરંતુ મારી સરખામણી સીનિયર એક્ટ્રેસ સાથે થતી હતી.
પરંતુ જાે મેં તે ફિલ્મ કરી હોત તો લોકો એ જ કહેત કે જુઓ ઐશ્વર્યા તે ફિલ્મ કરી રહી છે, જે તેણે મોડલિંગના દિવસોમાં કરી હતી. દિલ તો પાગલ હૈ ઓફર થઈ હોવાનો ખુલાસો ઐશ્વર્યા રાયે પોતે કર્યો હતો. તેણે કહ્યું હતું કે, યશ ચોપરા તેને ફિલ્મ ‘મેને તો મહોબ્બત કર લી’થી લોન્ચ કરવા માગતા હતા પરંતુ ઐશ્વર્યાએ ફિલ્મ ફગાવી હતી. બાદમાં તે ફિલ્મને દિલ તો પાગલ હૈ થી રિલીઝ કરવામાં આવી હતી.
શું તમે જાણો છો કે સંજય દત્ત અને ગ્રેસી સિંહ સ્ટારર ‘મુન્નાભાઈ એમબીબીએસ’ પણ પહેલા ઐશ્વર્યા રાયને મળી હતી? પરંતુ એશ્વર્યાએ બાદમાં આ ફિલ્મ ફગાવી હતી. વીર ઝારા માટે ઐશ્વર્યા રાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રાણી મુખર્જીના રોલ માટે તેને એપ્રોચ કરી હતી પરંતુ કોઈ કારણથી તેણે ના પાડી દીધી હતી.
ઐશ્વર્યા રાયને ‘દોસ્તાના’ પણ ઓફર થઈ હતી. તે સમયે ઐશ્વર્યાનું શિડ્યૂલ પેક હતું અને ડેટ્સ નહોતી. તેથી તેણે કરણ જાેહરની ફિલ્મ કરવાના ના પાડી હતી. બાજીરાવ મસ્તાની માટે ઐશ્વર્યા પહેલી પસંદ હતી. ભણસાલી પહેલા ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યાને લેવા માગતા હતા.
પરંતુ બંને વચ્ચેના કડવાશભર્યા સંબંધોએ બધુ ખરાબ કરી નાખ્યું. બાદમાં ફિલ્મ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને મળી અને હિટ રહી. તમને જાણીને નવાઈ લાગશે કે ઐશ્વર્યાને ફિલ્મ ‘ભૂલભુલૈયા’માં મંજુલિકાના રોલ માટે અપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ તેણે ના પાડી દીધી હતી.SSS