Western Times News

Gujarati News

અભિનેત્રી ઐશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં છવાઈ

મુંબઈ, બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી છે. ૨૮ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર સુધી ચાલનારા આ ફેશનમાં ઐશ્વર્યા રાયે પોતાની ખૂબસૂરતીથી ચાર ચાંદ લગાવ્યા હતા. આ ઈવેન્ટમાંથી ઐશ્વર્યાની કેટલીય તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

પૂર્વ મિસ વર્લ્‌ડ ઐશ્વર્યા રાય જ્યારે પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઊતરી ત્યારે બધાની નજરો તેના પર જ ચોંટી ગઈ હતી. ઐશ્વર્યા રેમ્પ પર વ્હાઈટ આઉટફિટ પહેરીને ઊતરી હતી. ઐશ્વર્યાનો આઉટફિટ મોડર્ન અને ટ્રેડિશનલ ફેશનનો સમન્વય હતો. રેમ્પ વૉક કરતી વખતે ઐશ્વર્યા દુપટ્ટો ઉડાવતી જાેવા મળી હતી. ચાલતી વખતે તેના ચહેરા પર જે આત્મવિશ્વાસ હતો એ જાેવાલાયક હતો.

૪૭ વર્ષની ઐશ્વર્યા પિંક લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં અત્યંત આકર્ષક લાગતી હતી. ઐશ્વર્યાનું રેમ્પ વૉક અને તેની અદા જાેઈને ફેન્સ તેના પર ઓવારી ગયા છે. ઐશ્વર્યા રાય જે અદાથી ચાલતી જાેવા મળી રહી છે તે સૌનું દિલ જીતનારી છે. ઐશ્વર્યા રાય રેમ્પ પર હોલિવુડ સ્ટાર્સ જેવા કે, હેલન મિરન, અમ્બર હર્ડ, પિતા-પુત્રીની જાેડી નિકોલજ કોસ્ટર અને ફિલિપા કોસ્ટર સાથે ચાલી હતી.

આ ઉપરાંત પેરિસ ફેશન વીકમાં ઉપસ્થિત અન્ય હોલિવુડ સેલેબ્સમાં લાએના બ્લૂમ, છદ્ઘટ્ઠ દ્ગર્ટ્ઠદ્બૈ દ્ભૈહખ્ત, કેટ ગ્રાહમ, સો જાે પાર્ક, ઈસાબેલી ફોન્ટાના, સિંગર કમિલા કબેયો અને કેથરિન લેન્ગફોર્ડનો સમાવેશ થાય છે. ઐશ્વર્યા રાય પેરિસ પોતાના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે પહોંચી છે.

ત્યારે અહીં બચ્ચન પરિવાર ‘ફેમિલી ગોલ્સ’ આપતો જાેવા મળ્યો હતો. ઐશ્વર્યાનું રેમ્પ વૉક જેટલું ધ્યાનાકર્ષક રહ્યું હતું તેટલી જ અભિષેક અને આરાધ્યા સાથેની તેની તસવીરો ચર્ચામાં રહી. ઐશ્વર્યા રાય બ્લૂ રંગના લોન્ગ ટોપ અને ડેનિમમાં જાેવા મળી રહી છે. પિંક લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં ઐશ્વર્યાનો લૂક ધબકારો ચૂકી જવાય તેવો હતો. અભિષેકની વાત કરીએ તો તે લાંબા બ્લેક કોટ અને બ્લેક પેન્ટમાં હેન્ડસમ લાગતો હતો. જ્યારે આરાધ્યા ફ્લાવર પ્રિન્ટના પિંક ફ્રોકમાં ક્યૂટ લાગતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.