અભિનેત્રી કંગના રનૌત સ્ટેજ ઉપર રડવા લાગી
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આવનારી ફિલ્મ ‘થલાઇવીનું ટ્રેલર તેના જન્મદિવસ (૨૩ માર્ચ) પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. ટ્રેલર લોન્ચની એક ઈવેન્ટનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મની ટીમ હાજર રહી હતી. ઇવેન્ટમાં એક સમય એવો આવ્યો જ્યારે સ્ટેજ પર બોલતા બોલતા કંગના રડવા લાગી. કંગનાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કંગનાએ પોતાનો વીડિયો શેર કરતા લખ્યુ, હું મને પોતાને બબ્બર શેરની કહુ છું
કારણ કે હું ક્યારેય રડતી નથી અને કોઈને રડાવવાની તક આપતી નથી. મને યાદ નથી કે હું છેલ્લે ક્યારે રડી, પરંતુ આજે હું રડી ખુબ રડી અને મને ખુબ સારૂ લાગી રહ્યું છે. જુઓ કંગનાનો વીડિયો. હકીકતમાં આ વીડિયોમાં કંગના પોતાની ફિલ્મ થલાઇવીના ડાયરેક્ટર વિજયની પ્રશંસા કરી રહી હતી. કંગનાએ વિજય વિશે કહ્યુ કે, ફિલ્મ દરમિયાન વિજયે તેનો સહયોગ કર્યો અને તેને અનુભવ કરાવ્યો કે તેની અંદર એટલું ટેલેન્ટ છે કે તે મુશ્કેલ ભૂમિકા નિભાવી શકે છે. મહત્વનું છે કે કંગના રનૌતના લીડવાળી જયલલિતાની બાયોપિક થલાઇવીમાં કંગનાની સાથે અરવિંદ સ્વામી અને
પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને હિન્દી સિવાય તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. થલાઇવી ૨૩ એપ્રિલ ૨૦૨૧ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.