અભિનેત્રી કરિશ્મા કપૂરની દીકરી સમાયરા કપૂર ૧૬ વર્ષની થઈ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની દીકરી સમાયરા કપૂર તારીખ ૧૧ માર્ચ એટલે કે ગુરુવારે પોતાનો ૧૬મો જન્મદિવસ ઉજવી રહી છે. સમાયરા કપૂરે બર્થડેના દિવસે પોતાના મિત્રોની સાથે પાર્ટીની ઉજવણી કરી. જ્યારે, માતા કરિશ્મા કપૂર સહિત ઘણાં બોલિવૂડ સેલેબ્સે સમાયરા કપૂરને સોશિયલ મીડિયા દ્વારા બર્થડેની શુભેચ્છાઓ પાઠવી છે. સમાયરા કપૂરની બર્થડે પાર્ટીમાં ચંકી પાંડેની નાની દીકરી રિસા પાંડે, સંજય કપૂરનો દીકરો જહાન કપૂર સહિતના લોકો સામેલ થયા હતા.
જ્યારે સમાયરા કપૂરની માસી કરીના કપૂરે પણ એક ફોટોગ્રાફ શેર કર્યો છે. જેમાં સમાયરા કપૂરનો બાળપણનો ફોટોગ્રાફ જાેવા મળી રહ્યો છે. કરીના કપૂર ખાને સમાયરા કપૂરનો બાળપણનો ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે ‘તું એક કારણથી મને બેબો મા કહીને બોલાવે છે, કારણકે તને ખબર છે કે તારી મમ્મી કોઈ વાત માટે ના પાડે ત્યારે તારે કોની પાસે આવવાનું છે.
હું હંમેશાં તારી સાથે છું, હંમેશાં ખુશ અને સ્વસ્થ રહો તેમજ ઊંચી ઉડાન ભરો. હું તને ખૂબ પ્રેમ કરુ છું, હેપ્પી બર્થડે સમુ. સમાયરા કપૂરનો જન્મ તારીખ ૧૧ માર્ચ, ૨૦૦૫ના રોજ મુંબઈમાં થયો હતો. જ્યારે તે ૧૧ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા કરિશ્મા કપૂર અને સંજય કપૂરના ડિવોર્સ થઈ ગયા હતા.