અભિનેત્રી કરિશ્મા તન્નાએ ગોવામાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ, ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે નવેમ્બરમાં બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે સગાઈ કરી હતી. કરિશ્મા તન્ના હાલ ફિયાન્સ સાથે ગોવાના વેકેશન પર છે, જ્યાં તેણે બર્થ ડેનું સેલિબ્રેશન પણ કર્યું હતું. કરિશ્મા તન્નાનો આજે (૨૧ ડિસેમ્બર) બર્થ ડે છે અને અડધી રાતે કેક કટિંગ કરી હતી.
કરિશ્મા તન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક કલરના આઉટફિટમાં કેક સાથે પોઝ આપી રહી છે. તસવીરની સાથે તેણે વરુણનો આભાર પણ માન્યો છે. તેણે લખ્યું છે ખુશી આભાર વી. આ સાથે તેણે રેડ હાર્ટ અને કિસ કરતી ઈમોજી મૂક્યું છે.
કરિશ્મા તન્નાએ વરુણે તેના માટે લખેલી બર્થ ડે પોસ્ટને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને હાર્ટ ઈમોજી મૂક્યું છે. વરુણ બંગેરાએ કરિશ્મા તન્ના સાથે એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં સેલ્ફી માટે પોઝ આપતી વખતે તેને તેના કપાળ પર કિસ કરતો જાેઈ શકાય છે. આ સાથે તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે લવ’. કરિશ્મા તન્નાની ખાસ ફ્રેન્ડ પ્રીતિ સિમોસે પણ વિશ કરતા કપલ સાથેની તસવીર શેર કરી છે. આ સાથે લખ્યું છે તન્ના હંમેશા તને ખુશી મળે.
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અન્ય કેટલાક સેલેબ્સે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરિશ્માને વિશ કર્યું છે. જેમાં ભારતી સિંહ, આમના શરિફ, દિલજીત કૌર સહિતનો સમાવેશ થાય છે. કરિશ્મા તન્નાએ ૧૨મી નવેમ્બરે વરુણ બંગેરા સાથે સગાઈ કરી હતી. જેમાં માત્ર પરિવારના સભ્યો અને મિત્રોને જ સામેલ કરાયા હતા.
આશરે દોઢ વર્ષ પહેલા તેઓ કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. પહેલી જ નજરમાં એકબીજાને પસંદ આવી ગયા હતા અને ત્યારથી ડેટ કરી રહ્યા છે. કરિશ્મા તન્ના બોયફ્રેન્ડ સાથે ખૂબ જલ્દી લગ્નના તાંતણે પણ બંધાવાની છે. કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરુણ બાંગેરાના લગ્ન ૫મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થશે. પ્રી-વેડિંગ ફંક્શન મહેંદી અને સંગીત સેરેમની સાથે ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. કપલ તેમના મિત્રો માટે ૬ ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજશે. વરુણ બંગેરા મુંબઈનો બિઝનેસમેન છે, જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે.SSS