અભિનેત્રી કરીના કપૂરના ઘરે ફેમિલી ડિનરનું આયોજન
મુંબઈ: ક્રિસમસ પર પણ ડિનરનું આયોજન કર્યા બાદ કરીના કપૂર ખાને ફોઈના બંને દીકરાઓ અરમાન જૈન અને આદર જૈનને જમવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. બેબોએ ડિનર ટેબલની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીર સૈફ અલી ખાને ક્લિક કરી છે.
તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, નવા વર્ષ માટેનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. બેસી જાઓ કઝીન્સ ડિનર. મેન્યૂમાં શું છે? આદર જૈને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરો શેર કરી છે. જેમાં એકમાં કરીના કપૂર તેની બાજુમાં બેસેલી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તેનો ભાઈ ઝહાન કપૂર મહેમાનોને પીરસી રહ્યો છે.
જણાવી દઈએ કે, અરમાન જૈન પોતાની પત્ની અનિસા મલ્હોત્રા તો આદર લેડી લવ તારા સુતારિયા સાથે બહેનના ઘરે પહોંચ્યા હતા. જ્યારે તેઓ ડિનર માટે પહોંચ્યા ત્યારે ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થયા હતા. તારાએ બ્લેક-ઓફ શોલ્ડર ટોપ અને બ્લૂ ડેનિમ પહેર્યું હતું.
જ્યારે આદર કેઝ્યૂઅલ લૂકમાં કૂલ લાગી રહ્યો હતો. બીજી તરફ અરમાન બ્લેક ટી-શર્ટ અને ડેનિમમાં જાેવા મળ્યો હતો. જ્યારે અનિસાએ બ્લેક કલરનું શોર્ટ સ્કર્ટ અને ગ્રે ટોપ પહેર્યું હતું. આ લૂકમાં બંને કૂલ લાગી રહ્યા હતા.
અરમાન બહેન માટે ગિફ્ટ પણ લઈને આવ્યો હતો. જે સામે આવેલી તસવીરમાં જાેઈ શકાય છે. ક્રિસમસ પર દર વર્ષે કપૂર પરિવાર એન્યુઅલ ક્રિસમસ લંચનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ કુણાલ કપૂરના ઘરે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપૂર પરિવારના સભ્યો સામેલ થયા હતા.
કરીના-સૈફથી લઈને કરિશ્મા અને આદર-અરમાન સુધીના સભ્યો લંચ માટે કુણાલ કપૂરના ઘરે આવ્યા હતા. આ દરમિયાન કરીના કપૂર ગ્રીન એથનિક વેરમાં જાેવા મળી હતી. જ્યારે સૈફ અલી ખાન હંમેશાની જેમ ઝભ્ભામાં જાેવા મળ્યો હતો. તો વ્હાઈટ કૂર્તા-પાયજામામાં નાનકડા તૈમૂરે પિતા સાથે ટિ્વનિંગ કર્યું હતું.