અભિનેત્રી કરીના કપૂરે કૂમળા તડકાનો લાભ લીધો
મુંબઈ, કરીના કપૂરનો નાનો દીકરો જેહ ક્યૂટનેસના મામલે તેના ભાઈ તૈમૂરને પણ ટક્કર આપે છે. તૈમૂરની જેમ જેહ પણ ફોટોગ્રાફર્સનો ફેવરિટ બની ગયો છે અને તેઓ તેની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે ઉત્સુક રહેતા હોય છે. મંગળવારે બપોર જેહ ઉર્ફે જહાંગીર અલી ખાન મમ્મી કરીના કપૂર સાથે ઘરની છત પર મસ્તીના મૂડમાં દેખાયો હતો.
જે તસવીરો સામે આવી છે, જેમાં કરીના કપૂર કેઝ્યુઅલ ડ્રેસમાં નો મેકઅપ લૂકમાં જાેવા મળી રહી છે. જ્યારે જેહ ગ્રે-બ્લેક ટીશર્ટ અને શોર્ટ્સમાં ક્યૂટ લાગી રહ્યો છે. તૈમૂરને તેના નેની તેડીને ફૂલોથી ડેકોરેટ કરાયેલી છત પર ફરી રહ્યા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડકો દીકરો જેહ પણ એક વર્ષનો થવા આવ્યો છે. તેનો જન્મ ગયા વર્ષે એટલે કે ૨૦૨૧ના ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. આવતા મહિનાની ૨૧મી તારીખે તે એક વર્ષનો થઈ જશે.
લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ, કરીનાએ ૨૦૨૦માં લોકડાઉન પહેલા ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી જ તે ફેન્સ સાથે થોડા-થોડા દિવસે તે પતિ તેમજ બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ જે તસવીરો અને વીડિયો શેર કરે છે, તે ફેન્સને પણ પસંદ આવે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રાહ જાેવાઈ રહી છે. જે હોલિવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૪મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
કરીના કપૂર આ સિવાય હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પણ અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં જાેડાઈ છે. આ સિવાય તે કરણ જાેહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જાેવા મળશે.SSS