અભિનેત્રી કરીના કપૂરે ફ્રેન્ડ્સ સાથે કરી પાર્ટી

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવા માટે જાણીતી છે. તે મોટાભાગે પોતાના ઘરે જ પાર્ટીનું આયોજન કરવાનું પસંદ કરે છે. મંગળવારે રાતે પણ એક્ટ્રેસે તેના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરી હતી. જેમાં બહેન કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા, અમૃતા અરોરા, સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને કરણ જાેહર હાજર રહ્યા હતા.
એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર ફન અને ગ્લેમરસ નાઈટની ઝલક દેખાડી છે. આ તસવીરોમાંથી મલાઈકા અરોરાની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ આવે છે. પાર્ટીમાં કરીના કપૂરે બ્લેક કલરનો ઓફ શોલ્ડર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે મેચિંગ પેન્ડન્ટ ગળામાં પહેર્યું હતું, વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ મેકઅપ કર્યો હતો. ઓવલઓલ લૂકમાં તે સ્ટનિંગ લાગતી હતી.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોલો તસવીર શેર કરીને તેણે લખ્યું છે ‘મારા સૌથી ફેવરિટ નેકપીસમાં. કરીના કપૂરે અન્ય જે તસવીર શેર કરી છે, તેમાં તે તેના સ્ક્વોડ સાથે સ્ટાઈલિશ પોઝ આપી રહી છે. તસવીરની સાથે તેણે લખ્યું છે ‘પાર્ટી માટે તૈયાર’. આ સિવાય તેણે મનીષ મલ્હોત્રા સાથેની સેલ્ફી પણ શેર કરી છે અને સાથે લખ્યું છે ‘માય અલ્ટીમેટ’ કરિશ્મા કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પાર્ટીની તસવીર શેર કરી છે.
જેમાં નતાશા પૂનાવાલા રેડ શોર્ડ ડ્રેસમાં જ્યારે અમૃતા અરોરા બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં છે. મનીષ મલ્હોત્રાએ બ્લેક ટીશર્ટ, પેન્ટ અને જેકેટ પહેર્યું છે તો કરિશ્મા કપૂર બધાથી વિપરિત એકદમ સિમ્પલ લૂકમાં છે. તેણે સ્કાય બ્લૂ અને વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું છે.
તેને કેમ તૈયાર થવાનો સમય ન મળ્યો તેનું કારણ પણ તસવીરની સાથે જણાવ્યું છે. તેણે લખ્યું છે ‘જ્યારે તમને તમારા બેસ્ટી માટે તૈયાર થવાનો સમય ન મળે’ સાથે તેણે ટેશટેગમાં તે પાર્ટીમાં કામ પરથી સીધી હોવાનું લખ્યું છે. મનીષ મલ્હોત્રાએ કરીના કપૂર, કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા, અમૃતા અરોરા અને કરણ જાેહર સાથેની સેલ્ફી શેર કરી છે. સાથે તેણે લખ્યું છે ‘સેલ્ફી લવ’.
મલાઈકા અરોરા પણ પાર્ટીમાં જાેડાતી રહે છે. જાે કે, તે આ વખતે તેમ કરી શકી નહીં. શનિવારે રાતે તેના કારને અકસ્માત નડ્યો હતો જેમાં તેને ઈજા પહોંચી હતી. આ કારણથી તે હાલ બેડ રેસ્ટ પર હોવાથી પાર્ટીમાં હાજરી આપી શકી નહીં. સોમવારે કરીના કપૂર પણ તેની ખબર પૂછવા માટે ઘરે ગઈ હતી.SSS