અભિનેત્રી કરીના કપૂર ખાનનો ઓમિક્રોનનો રિપોટ નેગેટિવ આવ્યો

મુંબઇ, કરીના કપૂર ખાન છેલ્લા ૧૨ દિવસથી ક્વોરન્ટાઈનમાં છે. પરંતુ હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અભિનેત્રીનો કોવિડ ૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે, કોવિડ ૧૯ થયા પછી, કરીના કપૂર ખાને પણ ઓમિક્રોન માટે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ હવે આવી ગયો છે જે ચાહકો માટે રાહતની વાત છે.
કોવિડ ૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કરીના કપૂર ખાનનો પણ ઓમિક્રોનના વધતા કેસને કારણે જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવ્યો હતો. જેથી જાણી શકાય કે અભિનેત્રી ઓમિક્રોનની પકડમાં આવી ગઈ છે કે કેમ. આ ટેસ્ટનો રિપોર્ટ હવે આવ્યો છે જે નેગેટિવ આવ્યો છે.
આ સાથે જ કરીનાએ સોશિયલ મીડિયા પર એ પણ જાણકારી આપી કે તેનો કોવિડ ૧૯ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.બીએમસી એ ઓમિક્રોન વિશે તપાસ કરતાં કરીના કપૂરને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. બીએમસીએ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે કરીના કપૂરને ઓમિક્રોન તો નથી થયો ને. બીએમસી અનુસાર, કરીના કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેણી ઓમિક્રોનથી પીડિત નથી. કરીના કપૂર હાલમાં હોમ આઇસોલેશનમાં છે. અને તેની સારવાર ચાલી રહી છે.
કરીના કપૂરને કોરોનાનો ભોગ બન્યા બાદ બીએમસીએ કહ્યું હતું કે અભિનેત્રીએ નિયમોનું પાલન કર્યું નથી અને ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો હતો.કરણ જાેહરની પાર્ટીમાંથી આવ્યા બાદ કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન (સોહેલ ખાનની પત્ની) અને મહિપ કપૂર (અભિનેતા સંજય કપૂરની પત્ની)નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
જે બાદ કરીના અને બીજા બધાએ પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા હતા. કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યા બાદ કરીના તેના બંને બાળકો અને પતિ સૈફને ખૂબ જ મિસ કરી રહી છે. જેનો પુરાવો તે સોશિયલ મીડિયા છે જેના પર તે સતત પોસ્ટ કરી રહી છે. કરીના કપૂરે ક્વોરન્ટાઈનમાં સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કર્યું જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે ‘તે માખણ ખાવાનું બંધ કરી શકતી નથી’.HS