અભિનેત્રી કરીના કપૂર બંને દીકરાને નાનાનાં ઘરે લઈ ગઈ
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર આમ તો તેના બીજા દીકરા જેહને લઈને પહેલા બહાર જવાનું ટાળતી હતી, પરંતુ જ્યારથી તે છ મહિનાનો થયો છે ત્યારથી અવારનવાર એક્ટ્રેસ તેને લઈને લટાર મારવા નીકળી જાય છે. શનિવારે જ કરીના કપૂર બંને દીકરા તૈમૂર અને જેહને નાના-નાનીને મળાવવા લઈ ગઈ હતી. આ દરમિયાન તે કેમેરામાં કેદ થઈ હતી. કરીના કપૂર ઘર બહાર નીકળી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે પ્રિન્ટેડ પેન્ટ અને વ્હાઈટ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને જેહને તેડીને રાખ્યો છે.
બીજી તરફ તૈમૂરે ગ્રે ટી-શર્ટ અને ડેનિમ પહેર્યું છે. બિલ્ડિંગ બહાર નીકળતા જ તૈમૂર જાેરજાેરથી બૂમો પાડે છે અને જેવી નેની તેનો હાથ પકડે છે કે તરત ઝટકો મારીને છોડી છે. આ સિવાય તે મમ્મીને ધક્કો મારે છે અને કારમાં આગળ બેસવા જાય છે અને બાદમાં મમ્મી સાથે પાછળની સીટમાં બેસી જાય છે. પપ્પા રણધીર કપૂરને મળવા માટે માત્ર કરીના જ નહીં પરંતુ કરિશ્મા પણ પહોંચી હતી. એક્ટ્રેસે મમ્મી-પપ્પા અને બહેન સાથેની સુંદર તસવીર શેર કરી છે.
તસવીરની સાથે કરીનાએ લખ્યું છે ‘મારી દુનિયા’. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે તૈમૂર સાથે જાેવા મળી રહી છે. સેલ્ફીમાં તૈમૂરના એક્સપ્રેશન જાેવા જેવા છે.
કરીનાએ જે તસવીર શેર કરી છે તેમાં લખ્યું છે ‘હાર્ટ બ્રેકર. તસવીરની સાથે કરીનાએ લખ્યું છે ટિમ મારી ટી-શર્ટ પર શું લખેલું છે? કરીના કપૂરની વાત કરીએ તો, તેણે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જેહને જન્મ આપ્યો હતો. કપલે અત્યારસુધી તેનો ચહેરો અને નામ છુપાવીને રાખ્યું હતું અને ગયા મહિને જ નામની જાહેરાત કરી હતી અને જેહની ક્યૂટ તસવીરો પણ સામે આવી હતી. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળવાની છે. જેની રિલીઝ ડેટ જાહેર થઈ નથી. આ ફિલ્મ હોલિવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે.SSS