અભિનેત્રી કાજલ અગ્રવાલે દીકરાને જન્મ આપ્યો
મુંબઈ, સિંઘમ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે દીકરાને જન્મ આપ્યો છે. હવે એક્ટ્રેસ કાજલ અગ્રવાલ અને તેનો પતિ ગૌતમ કિચલુ પણ પેરેન્ટ્સ ક્લબમાં સામેલ થઈ ગયા છે. એક્ટ્રેસ કાજલ અગ્રવાલે દીકરાને જન્મ આપ્યો છે.
અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં ઈન્ડિયન એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તેના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂની સાથે મુંબઈની એક હોટેલમાં લગ્ન કરી લીધા હતા. કોરોના વાયરસની મહામારીના કારણે કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના લગ્નમાં માત્ર ઘરના સભ્યો જ સામેલ થયા હતા.
એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ન્યૂ યર ૨૦૨૨ના દિવસે પોતાના ફેન્સ સાથે આ ગૂડ ન્યૂઝ શેર કર્યા હતા. તેણે પોતાની પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું હતું. પતિ ગૌતમ કિચલુ સાથે કાજલ અગ્રવાલે ખોળો ભરવાની રસમ નિભાવી હતી. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે એક્ટ્રેસ કાજલ અગ્રવાલે બેબી શાવરના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા કે જેમાં તે લાલ રંગની સાડીમાં ટ્રેડિશનલ લૂકમાં જાેવા મળી હતી.
મોટાભાગે સાઉથ ઈન્ડિયન ફિલ્મો કરનાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બોલિવૂડમાં વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘સિંઘમ’થી પોપ્યુલર થઈ હતી. તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે એ પ્રકારે જાહેરાત કરી હતી કે તે થોડા દિવસોમાં જ બૉયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
એક્ટ્રેસ કાજલ અગ્રવાલે જે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં ‘સિંઘમ’, ‘ક્યું! હો ગયા ના., સ્પેશિયલ ૨૬’નો સમાવેશ થાય છે. અહીં નોંધનીય છે કે કાજલ અગ્રવાલનો પતિ ગૌતમ કિચલૂ એક ઉદ્યોગપતિ છે. તે ઈન્ટિરિયર ડિઝાઈન અને હોમ ડેકોરેશન સાથે જાેડાયેલી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ‘ડિસર્ન લિવિંગનો ફાઉન્ડર છે.’ તેણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે.
આ પછી તેણે INSEAD ફ્રાન્સમાંથી બિઝનેસનો અભ્યાસ કર્યો. તેઓ પોતાની ઈન્ટિરિયર ડિઝાઈન કંપની પહેલા FabFurnishના વાઈસ પ્રેસિડેન્ટ અને lifestyle brand, The Elephant Companyના CEOહતા. ગૌતમની કંપની ડિઝાઈન હાઉસ ‘રૂમ્સ’ છે, જે ફર્નીચર, ડેકોર આઈટમ, પેઈન્ટિંગ અને અન્ય હાઉસહોલ્ડનો સામાન વેચે છે.SSS