અભિનેત્રી કાજાેલે જૂહુ વિસ્તારમાં ખરીદ્યો નવો મકાન
મુંબઇ, બોલિવુડ સેલિબ્રિટીઝ આલિશાન મકાનોમાં રહે છે. થોડા-થોડા સમયે સેલેબ્સના નવા મકાનો ખરીદવાના કે વેચવાના સમાચાર આવતાં રહે છે. હવે અહેવાલ છે કે, એક્ટ્રેસ કાજાેલે જૂહુમાં બે નવા મકાન ખરીદ્યા છે. અનન્યા બિલ્ડિંગમાં કાજાેલે બે ફ્લેટ ખરીદ્યા હોવાની માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, કાજાેલે ખરીદેલા બે ફ્લેટ ૧૦મા માળે આવેલા છે.
આ બંને એપાર્ટમેન્ટની કુલ કિંમત ૧૧.૯૫ કરોડ રૂપિયા હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કાજાેલે ફ્લેટ ખરીદ્યા હોવાની માહિતી સામે આવી છે. કાજાેલે ખરીદેલા બંને ફ્લેટ ૨૦૦૦ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા છે.
કાજાેલના આ બંને નવા ઘર હાલ કાજાેલ રહે છે તે બંગલો ‘શિવ શક્તિ’ના વિસ્તારમાં જ આવેલા છે. ત્રાયેક્ષા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પ્રોપર્ટીના દસ્તાવેજાે પર કાજાેલ વિશાલ દેવગણના હસ્તાક્ષર છે. ડિસેમ્બર ૨૦૨૧માં અહેવાલ હતાં કે કાજાેલે મુંબઈના પવઈમાં આવેલો ફ્લેટ ભાડે આપ્યો છે.
એટલાન્ટિસ પ્રોજેક્ટના હીરાનંદાની ગાર્ડન્સમાં ૨૧મા માળે આવેલો અને ૭૭૧ સ્ક્વેર ફૂટમાં ફેલાયલો ફ્લેટ ભાડે આપ્યો છે. ૩ ડિસેમ્બરે આનો એગ્રીમેન્ટ થયો હતો અને ભાડુઆતે સિક્યોરિટી ડિપોઝિટ પેટે ૩ લાખ રૂપિયા આપ્યા હતા. એક વર્ષ બાદ ઘરનું માસિક ભાડું વધીને ૯૬,૭૫૦ રૂપિયા થઈ જશે. દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો કાજાેલ છેલ્લે ફિલ્મ ત્રિભંગાઃ ટેઢી, મેઢી ક્રેઝીમાં જાેવા મળી હતી.
આ ફિલ્મનું ડાયરેક્શન રેણુકા શહાણેએ કર્યું હતું. ફિલ્મમાં કાજાેલ ઉપરાંત તન્વી આઝમી અને મિથિલા પાલકર મહત્વના રોલમાં હતા. આ ફિલ્મ ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. રેવતીના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘સલામ વેન્કીમાં કાજાેલ જાેવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ કાજાેલે પાંચ દિવસ પહેલા શરૂ કર્યું હતું. કોરોનાથી સાજા થયા બાદ કાજાેલે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. કાજાેલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને ફિલ્મની શરૂઆતની જાણકારી આપી હતી.SSS