અભિનેત્રી કિશ્વર મર્ચન્ટનું બેબી શાવર ધમાકેદાર રહ્યું

મુંબઈ: કોરોના કાળમાં ઘણાં સેલિબ્રિટીઝના ઘરે પારણું બંધાયું છે. અનુષ્કા-વિરાટ, સૈફ-કરીના, નકુલ મહેતા-જાનકી પારેખ, અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી, પૂજા બેનર્જી-કુણાલ વર્મા, મોહિત મલિક-અદિતિ મલિક, શ્રેયા ઘોષાલ, હર્ષદીપ કૌર, નીતિ મોહન જેવા કેટલાય સેલેબ્સ છેલ્લા એક વર્ષમાં પેરેન્ટ્સ બન્યા છે. તો કેટલાક સેલેબ્સ એવા પણ છે જે બાળકના જન્મવાના મહિના ગણી રહ્યા છે. જેમાં ટેલિવુડ કપલ સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટનો સમાવેશ થાય છે. કિશ્વર મર્ચન્ટ હાલ પોતાના પ્રેગ્નેન્સીના દિવસોને મન ભરીને માણી રહી છે.
આજે કિશ્વરનું બેબી શાવર યોજાયું છે. કિશ્વરનું બેબી શાવર તેના ઘરે જ યોજાયું હતું અને હવે તેની તસવીરો તેમજ વિડીયો સામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કિશ્વરે પોતાના બેબી શાવરની ઝલક બતાવી છે. બેબી શાવર બે રાઉન્ડમાં યોજાયું હતું. પહેલા રાઉન્ડમાં રિવાજાે પ્રમાણે સીમંતની વિધિ થઈ હતી. જ્યારે બીજામાં મોડર્ન બેબી શાવર થયું હતું. કિશ્વરે બંને પ્રકારના બેબી શાવરની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. સીમંત માટે કિશ્વર મર્ચન્ટે બેબી પિંક રંગના શરારા પર પસંદગી ઉતારી હતી.
હેવી ઈયરિંગ્સ, ગુલાબના શેપનો ટીકો, હાથમાં લાલ ચૂડો અને ગળામાં મંગળસૂત્ર- બેબી શાવર માટે કિશ્વરનો આ લૂક સિમ્પલ અને સુંદર હતો. આ સાથે જ કિશ્વરે બેબી શાવર સ્પેશિયલ મહેંદી પણ મૂકાવી હતી. કિશ્વરના બેબી શાવર માટે ઘર વ્હાઈટ અને ગોલ્ડન રંગના બલૂનથી સજાવાયું હતું. સાથે જ એક અને ‘કિશ્વર બેબી શાવર’ તેું લખેલું એક બોર્ડ પણ જાેવા મળે છે. સામે આવેલા વિડીયોમાં સીમંત શરૂ થયા બાદ કિશ્વરના માથે લાલ ઓઢણી જાેવા મળે છે. તેના ખોળામાં શ્રીફળ સહિતની સામગ્રી મૂકેલી દેખાય છે.
વિડીયોમાં કિશ્વરની મમ્મી તેના પર પ્રેમ વરસાવતી દેખાઈ રહી છે. બીજા એક વિડીયોમાં કિશ્વર અને સુયશ કેક કાપતાં અને ખાતાં જાેવા મળે છે. એક વિડીયોમાં સુયશ કલરફુલ બલૂન્સ અને ટેડીબેરવાળી ટ્રેન લઈને આવતો જાેવા મળે છે. આ ટ્રેન જાેઈને કિશ્વર ખૂબ ખુશ થાય છે. આ ટ્રેન આવનારા બાળકના દાદા-દાદી એટલે કે સુયશના મમ્મી-પપ્પાએ મોકલી છે. એક વિડીયોમાં કિશ્વર પોતાની નણંદ સાથે પણ પોઝ આપી રહી છે.