અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ મુંબઈમાં સપનાનું ઘર ખરીદ્યું
મુંબઈ: એક હઝારો મેં મેરી બહેના હૈ’ ફેમ ક્રિસ્ટલ ડિસૂઝા માટે આ નવી શરુઆત છે. એક્ટ્રેસે અંધેરી વેસ્ટ વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે અને આ અંગે તેણે એક્સક્લુઝિવ વાતચીત કરી છે.
જેમાં તેણે તે આ ઘરને કેવી રીતે સજાવવા માગે છે અને ૨૦૨૦એ તેના સપનાને પૂરું કરવા માટે કેવી રીતે વધારે સમય આપ્યો તે અંગે પણ જણાવ્યું છે. મને લાગે છે કે, નાની ઉંમરમાં મેં ઘણું હાર્ડ વર્ક કરી લીધું. તેથી, હવે હું તેના ફાયદાનો લાભ ઉઠાવી શકું છું અને વધારે મહેનત કરીશ.
જ્યારે મારા માતા-પિતાની આંખોમાં ગર્વ જાેઉં છું ત્યારે મને મારા પર ગર્વ થાય છે. હું આ બાબતમાં મને મદદ કરે તેવા સારા પ્રોફેશનલ્સની શોધમાં છું. મારા મગજમાં શું છે તેની મને ખબર છે પરંતુ તેનું પાલન કરવા માટે મારે કોઈની જરૂર છે. મારી પાસે સુંદર ડેક એરિયા છે.
તેથી હું તેને મારી કોફી મોર્નિગ માટે ઉપયોગ કરવાની છું. મારી પાસે ઘણા કપડા, જૂતા અને બેગ્સ છે. તેથી આ બધા માટે પણ સારી જગ્યા બનાવવાનું નક્કી કર્યું છે. પ્રામાણિકતાથી કહું તો, મુંબઈમાં મારા માતા-પિતાના કેટલાક મકાન હોવાથી મેં આ વિશે ક્યારેય વિચાર્યું નહોતું.
પરંતુ આ મહામારીએ મારા માટે સારી જગ્યા શોધવાનો સમય આપ્યો. મેં એકલી એ આ ખરીદ્યું છે કારણ કે મને આ પ્રોપર્ટી અને તેની જગ્યા ખૂબ ગમી ગઈ છે. મારું ઘર હાઈ ફ્લોર પર હોવાથી વ્યૂ સુંદર દેખાય છે. તે ત્યારે થયું જ્યારે થવાનું હતું. મારું માનવું છે કે, યોગ્ય સમય આવ્યે જ બધું થાય છે.
હકીકતમાં, મહામારીના કારણે મને ઘર માટે રિસર્ચ કરવાનો અને લોકડાઉનમાં જ ડીલ ફાઈનલ કરવાનો પૂરતો સમય મળ્યો. આ બધું ખૂબ ઝડપથી થયું. મારું દિલ આ ઘરમાં વસી ગયું છે. આપણે સૌ કોઈએ થોડું ભોગવ્યું છે, તે આર્થિક રીતે હોય, માનસિક રીતે હોય કે પછી ઈમોશનલ રીતે. ભગવાનની કૃપાથી, મેં આટલા વર્ષ સુધી કામ કરીને થોડું સેવિંગ કરી રાખ્યું હતું અને ભવિષ્યમાં પણ આમ જ કરીશ.