અભિનેત્રી ગૌહર ખાનના ઘરે મહેંદી સેરેમની યોજાઈ
મુંબઈ: ગૌહર ખાન ૨૫મી ડિસેમ્બરે મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારના દીકરા ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા. આ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા ચિક્સા સેરેમની યોજાયા બાદ હવે ગૌહરની મહેંદી સેરેમની યોજાઈ છે. એક્ટ્રેસે પોતાના હાથમાં ઝૈદના નામની મહેંદી મૂકી દીધી છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. ગૌહરે આ તસવીરો શેર કરીને તેણે ૪ વર્ષ જૂનો ડ્રેસ પહેર્યો હોવાનું જણાવ્યું છે. તેણે લખ્યું છે કે, મહેંદી કી રાત આઈ. મેં જે ડ્રેસ પહેર્યો છે,
તે ૪ વર્ષ પહેલા અસદ ખાને ગિફ્ટમાં આપ્યો હતો. આ માટે મારા લવ, મારા ભાઈ તમારો આભાર. તમે ભલે મારા લગ્નમાં ન પહોંચી શક્યા પરંતુ તમારો પ્રેમ જરૂરથી પહોંચી ગયો. મારા જીવનના ખાસ દિવસે આ ડ્રેસરુપે તમે જે તમારા આશીર્વાદ મોકલ્યા છે, તેને પહેરીને સ્પેશિયલ ફીલ કરી રહી છું. આ તમારા માટે છે ભાઈ. તો લગ્નના એક દિવસ પહેલા ગૌહર ખાનને સાસરા તરફથી એક ગિફ્ટ મળી છે. જેની તસવીર તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.
સાસરીવાળા તરફથી તેને કસ્ટમાઈઝ્ડ પિંક કલરનો બાથરોબ મળ્યો છે. જેના પર ‘ય્’ લખ્યું છે. તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ‘આ ગિફ્ટ માટે મારા સાસરિયાઓનો આભાર. ગૌહર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અન્ય એક વીડિયો શેર કર્યો છે. જેમાં પિંક કલરના ફુગ્ગાઓ જાેવા મળી રહ્યા છે. આ સાથે લાલ કલરનો હાર્ટ શેપનો એક મોટો ફુગ્ગો છે, જેની ઉપર ‘આઈ લવ યુ’ લખ્યું છે. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે,
‘મને સૌથી ખુશ બ્રાઈડ બનાવવા માટે ઝૈદ દરબાર આભાર. જણાવી દઈએ કે, ગૌહર પોતાના લગ્નમાં ફેમસ ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો લહેંગો પહેરવાની છે. જેની ટ્રાયલ માટે થોડા દિવસ પહેલા તે ઝૈદ સાથે મનિષના સ્ટોર પર ગઈ હતી. ગૌહર ખાન અને ઝૈદની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી અને બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા. બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી હતી. જાે કે, એક્ટ્રેસે ગયા મહિને સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરીને વાતને કન્ફર્મ કરી હતી. લગ્ન કરતાં પહેલા બંને ગોવા અને દુબઈના વેકેશન પર પણ ગયા હતા.