અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબાર એકબીજાના થયા
મુંબઈ: ગૌહર ખાન અને ઝૈદ દરબાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બ્રાઈડ અને ગ્રૂમ તરીકે તેમનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. લગ્ન માટે જતી વખતે કપલે હાથમાં હાથ પરોવીને એન્ટ્રી કરી હતી અને ફોટોગ્રાફર સામે જાેઈને પોઝ પણ આપ્યા હતા. આજે ગૌહર અને ઝૈદની નિકાહ સેરેમની હતી.
ટિ્વનિંગ કરવા માટે જાણીતા આ સુપરકૂલ કપલે લગ્નના દિવસે પણ મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. ગૌહરે ઓફ વ્હાઈટ શરારા-ટોપ પહેર્યું હતું અને સાથે હેવી જ્વેલરી પહેરીને પોતાના લૂકને પૂરો કર્યો હતો. તો ઝૈદ પણ ટ્રેડિશનલ આઉટફિટમાં સોહામણો લાગી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કપલનું આજે સાંજે રિસેપ્શન યોજાવાનું છે.
ગૌહરની ખાસ ફ્રેન્ડ પ્રીતિએ બ્રાઈડલની એન્ટ્રી તેમજ નિકાહની અંદરની તસવીરો અને વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે. જેમાં જાેઈ શકાય છે કે, ગૌહરની એન્ટ્રી થતાં જ બધા બૂમો પાડીને તેને ચીયર કરવા લાગે છે. અન્ય જે વીડિયો છે તે નિકાહ દરમિયાનના છે. જેમાં વિધિ થયા બાદ ઝૈદ પ્રેમથી ગૌહરનો હાથ ચૂમતો જાેવા મળી રહ્યો છે. બધાની સામે ઝૈદની આ હરકત જાેઈને ગૌહર થોડી શરમાતી દેખાઈ રહી છે. નિકાહ કરીને બહાર આવ્યા બાદ ગૌહર અને ઝૈદે ફોટોગ્રાફરમાં મીઠાઈઓ વહેંચી હતી.
ગૌહર અને ઝૈદના ઘરે છેલ્લા ૩-૪ દિવસથી પ્રી-વેડિંગ ફંક્શનના કારણે સેલિબ્રેશન થઈ રહ્યું હતું. સૌથી પહેલા ચિક્સા સેરેમની યોજાઈ હતી. બાદમાં મહેંદી અને ગઈકાલે રાતે સંગીત સેરેમની યોજાઈ હતી. દરેક સેરેમનીમાં ગૌહર અને ઝૈદે ખૂબ ડાન્સ કર્યો હતો. પરંતુ સંગીત સેરેમનીમાં ગૌહરના સસરા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. જેમણે કપલ માટે કેટલાક રોમાન્ટિક ગીતો ગાયા હતા.
આપને જણાવી દઈએ કે, ગૌહર અને ઝૈદની મુલાકાત લોકડાઉન દરમિયાન થઈ હતી અને બાદમાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી હતી. જાે કે, એક્ટ્રેસે ગયા મહિને સગાઈ કરીને આખરે સ્પષ્ટતા કરી દીધી હતી. ગૌહર અને ઝૈદ વચ્ચે ઉંમરનો ૧૨ વર્ષનો તફાવત છે. જાે કે, પરિવારે બંને વચ્ચેનો પ્રેમ જાેતા લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી.