Western Times News

Gujarati News

અભિનેત્રી જયા પ્રદાને શ્રીદેવી સાથે વાત ન કરવાનું દુઃખ

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ લોકપ્રિય શોમાંથી એક છે અને ગયા અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં તે ત્રીજા નંબર પર હતો. શોના અપકમિંગ એપિસોડમાં વીતેલા જમાનાના ખૂબસુરત અદાકારા જયા પ્રદા મહેમાન બનવના છે. કન્ટેસ્ટન્ટ્‌સ જયા પ્રદાના ઓલ-ટાઈમ પોપ્યુલર સોન્ગ ગાતા જાેવા મળશે.

બોલિવુડ બ્યૂટી જયા પ્રદા મહેમાન બનવાના હોવાથી કન્ટેસ્ટન્ટ્‌સ સુપર એક્સાઈટેડ છે. શોનો હોસ્ટ જય ભાનુશાળી જજ વિશાલ દદલાની અને હિમેશ રેશમિયાની સાથે જયા પ્રદાનું સ્વાગત કરતો જાેવા મળશે. જયા પ્રદા શોના કન્ટેસ્ટન્ટ્‌સ અને જજની સાથે તેમના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કેટલાક કિસ્સા શેર કરશે. આ સિવાય તેમણે તેમ પણ જણાવ્યું કે, કેવી રીતે તેઓ તેમની પહેલી ફિલ્મથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સેન્સેશન બની ગયા. જયા પ્રદા તેમના કરિયરમાં તે સમયના મોટા-મોટા એક્ટર્સ સાથે કામ કરી ચૂક્યા છે.

જેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, રાજેશ ખન્ના, જેકી શ્રોફ તેમજ શત્રુઘ્ન સિન્હાનો સમાવેશ થાય છે. એક્ટ્રેસ આ સિવાય તે અંગે પણ શેર કરતાં જાેવા મળશે કે, તેમણે અને શ્રદેવીએ બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ એકબીજા સાથે ઈમોશનલ કનેક્શન શેર કરી શક્યા નહીં. શ્રીદેવી અને પોતાના બોન્ડ વિશે વાત કરતાં જયા પ્રદાએ કહ્યું કે, ‘હું ભાગ્યશાળી વ્યક્તિ છું,

તેમ કહી શકું. મારી અને શ્રીદેવીની વચ્ચે ક્યારેય કોઈ પરસ્પર મતભેદ રહ્યા નથી, પરંતુ એ સત્ય છે કે અમારી કેમેસ્ટ્રી ક્યારેય મેચ થઈ નહીં. અમે ક્યારેય એકબીજાના આંખમાં આંખ નાખીને નથી જાેયું. કપડાથી લઈને ડાન્સ સુધી, અમારા બંનેની વચ્ચે હંમેશા એક ચડસાચડસી રહેતી હતી. જ્યારે પણ અમે મળતા ત્યારે ડિરેક્ટર અથવા એક્ટર સેટ પર એકબીજાની ઓળખાણ કરાવતા હતા. તે સમયે એકબીજાને ‘નમસ્તે’ કરતાં હતા અને આગળ વધી જતા હતા’. એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે. ‘મને હજી પણ યાદ છે કે, મસ્કત ફિલ્મના શૂટિંગ દરમિયાન જીતુજી અને રાજેશ ખન્નાજીએ એક કલાક માટે અમને બંનેને રૂમમાં બંધ કરી દીધા હતા.

તેમને લાગતું હતું કે, તેઓ અમને સાથે બંધ કરી દેશો તો અમે એકબીજા સાથે વાતચીત શરૂ કરીશું. પરંતુ અમે બંને એક શબ્દ પણ બોલ્યા નહીં. બાદમાં બોલિવુડના સુપરસ્ટારે પણ અમારી સામે હથિયાર નીચે મૂકી દીધા. જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું અને આજે પણ હું તેમને મિસ કરું છું કારણ કે મને એકલું લાગે છે. આ પ્લેટફોર્મ દ્વારા હું કહેવા માગુ છું કે, જાે તેઓ મને ક્યાંય સાંભળી રહ્યા છે તો એટલું કહેવા ઈચ્છીશ કે કાશ આપણે બંનેએ એકબીજા સાથે વાત કરી લીધી હોત’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.