અભિનેત્રી જાન્હવી કપૂરે શેર કર્યા ગ્લેમરસ ફોટોગ્રાફ્સ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે ભલે વધારે ફિલ્મો કરી નથી પણ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. જાન્હવી કપૂર સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોગ્રાફ્સ-વિડીયો શેર કરતી રહે છે. જાન્હવી કપૂરે ફરી એકવખત પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને ફેન્સ તે ફોટોગ્રાફ્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
જાન્હવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જેમાં તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. આ ફોટોગ્રાફ્સમાં જાન્હવી કપૂરે બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જાન્હવી કપૂરના આ ફોટોગ્રાફ્સને એક કલાકમાં ૪ લાખથી વધુ લાઈક્સ મળી છે
આ ગ્લેમરસ ફોટોગ્રાફ્સ પર ફેન્સ સિવાય સેલેબ્સ પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે. મનીષ મલ્હોત્રા, મહીપ કપૂર, શનાયા કપૂર સહિત ઘણાં સેલેબ્સે જાન્હવી કપૂરના ફોટોગ્રાફ્સ પર પ્રતિક્રિયા આપી છે. જાે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી કપૂર હવે ‘દોસ્તાના ૨’, ‘ગુડ લક જેરી’, ‘તખ્ત’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. છેલ્લે જાન્હવી કપૂર ફિલ્મ ‘રુહી’માં જાેવા મળી હતી.