અભિનેત્રી જાસ્મિન ભસીનને બોયફ્રેન્ડની યાદ આવી રહી છે
મુંબઈ; બિગ બોસ ૧૪ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ પણ જાસ્મિન ભસીન તેના બોયફ્રેન્ડ અલી ગોનીને સતત સપોર્ટ આપી રહી છે. એક્ટ્રેસે તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અલીનો ફોટો પોસ્ટ કર્યો છે અને સાથે તેણે સ્વીટ નોટ પણ લખી છે. જે જાસ્મિનના અલી માટેના પ્રેમને સ્પષ્ટ કરે છે.
ફોટોની સાથે તેણે લખ્યું છે કે, તને આલિંગાન આપવાનું અને તમારા દિલની ધડકન સાંભળવાનું સખત રીતે મિસ કરી રહી છું. તારી સ્મેલ અને તારી મોહકતાને મિસ કરી રહી છું. મારા શેર જાસ્મિને જે તસવીર શેર કરી છે
તેમાં અલી બ્લેક શર્ટમાં જાેવા મળી રહ્યો છે. જેના ઉપરના થોડા બટન ખુલ્લા રાખ્યા છે. જેમાં તેની ફિટ બોડી દેખાઈ રહી છે. જાસ્મિન અને અલી ઘરમાં હતા ત્યારે જ તેમને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. આ સિવાય જાસ્મિને પોતાના ટિ્વટર ફોલોઅર્સ સમક્ષ કબૂલ્યું હતું કે, અમને ઘરની અંદર એક સુંદર અહેસાસ થયો.
ઘરમાંથી બહાર નીકળ્યા બાદ એક્ટ્રેસ અવાર-નવાર ટ્વીટ કરીને અલીને સપોર્ટ આપવાનું કહેતી રહે છે. તેણે શોમાં જે નિવેદનો આપ્યા હતા તેને લઈને લોકોમાં જે ગેરસમજણ ઉભી થઈ હતી તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી. જાસ્મિન અને અલીના રિલેશનશિપની વાત કરીએ તો, જાસ્મિન હાલ કરિયર પર ધ્યાન આપે તેવું તેના પિતા ઈચ્છે છે.
જ્યારે એક્ટ્રેસ લગ્ન કરવાની ઉતાવળમાં છે. શોમાંથી એક્ઝિટ થયા બાદ વાતચીત કરતાં જાસ્મિને કહ્યું હતું કે, હું પ્રેમમાં પડી છું અને આ સુંદર લાગણી છે. જાે મારા માતા-પિતાને તકલીફ ન હોય તો મને આ વર્ષે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. એકવાર અલી બહાર આવે પછી મારા પેરેન્ટ્સ તેના પેરેન્ટ્સને મળવા જશે. તેના માતા-પિતા શું કહે છે તે અમારે જાણવાની જરૂર છે. હું તેમને પહેલા મળી હતી, પરંતુ ત્યારે અમે માત્ર મિત્રો હતા. એકવાર તેઓ મંજૂરી આપી દે પછી હું રાહ નહીં જાેઉ. હું પરણી જઈશ.