Western Times News

Gujarati News

અભિનેત્રી ઝીન્નતના પતિએ મારીને તેનું જડબું તોડી નાખ્યું હતું

ઝીન્નત અમાનને પતિ કેમ રોજ ફટકારતો હતો? ઝીન્નત એ સમયમાં રિવિલિંગ કપડામાં નજર આવતી હતી જ્યારે મોટાભાગની અભિનેત્રીઓ ખાલી સાડી પહેરતી હતી

મુંબઈ, ઝીનત અમાનની ગણતરી એ સમયની બોલ્ડ અભિનેત્રીઓમાં થતી હતી. તેની સ્ટાઈલ જેટલી જ તેની પર્સનલ લાઈફ ચર્ચામાં રહી હતી. અહેવાલો તો એવા પણ હતા કે, ઝીનત અમાનના પતિએ માર મારીને તેનું જડબું તોડી નાખ્યું હતું. Why did her husband hit Zinnat Aman every day?

ઝીનત અમાન એ સમયમાં રિવિલિંગ કપડામાં નજર આવતી હતી. જ્યારે મોટાભાગની અભિનેત્રીઓ ખાલી સાડી પહેરતી હતી. ફિલ્મ અબ્દુલ્લાહના સેટ પર ઝીનત અમાનની મુલાકાત સંજય ખાન સાથે થઈ. જે બાદ બંનેમાં નિકટતા વધવા લાગી. એક સમય એવો પણ આવ્યો કે બંને એકબીજા વિના એક ક્ષણ પણ નહોતા રહી શકતા.

જ્યાં જતા બંને સાથે જતા હતા. એક મેગેઝિન પ્રમાણે તો બંનેએ ગુપચુપ લગ્ન પણ કરી લીધા હતા. એ સમયે સંજય ત્રણ બાળકોના પિતા હતા. ફિલ્મનું શૂટિંગ ખતમ થયા બાદ ઝીનત પોતાની બીજી ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ. ઓછો સમય મળવાના કારણે ધીરે ધીરે બંનેનું મળવાનું ઓછું થઈ રહ્યું હતું. સંજય ખાન આમ પણ ગુસ્સાવાળા વ્યક્તિ હતા.

એક દિવસ તેમણે ઝીનતને મળવા માટે ફોન કર્યો. પરંતુ અભિનેત્રી પાસે સમય નહોતો. જેથી તેમણે મળવાની ના પાડી દીધી. જે બાદ સંજયે ઝીનતને એક ગીતના શૂટિંગ માટે કહ્યું. જાે કે અભિનેત્રી એ પણ ન કરી શકી તો સંજયના ગુસ્સાનું ઠેકાણું ન રહ્યું. તેમણે ખૂબ જ સંભળાવ્યું. જેવી ઝીનત પોતાના કામથી ફ્રી થઈ તો, તે સંજયના ઘરે પહોંચી.

તે ખૂબ જ ડરેલી હતી કે, ખબર નહીં સંજય કેવી રીતે રિએક્ટ કરશે. જ્યારે તે સંજયના ઘરે પહોંચી તો ખબર પડી કે સંજય એક ફાઈવ સ્ટાર હોટેલમાં પાર્ટી કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં હોટેલના સ્ટાફ સાથે અનેક લોકો હાજર હતા. ઝીનતને જાેઈને સંજય ખુદ પર કંટ્રોલ ન કરી શક્યા.

તેમણે ઝીનતને એટલી મારી કે તેનું જડબું તૂટી ગયું અને એક આંખની રોશની કમજાેર થઈ ગઈ. સંજય ખાને પોતાની બાયોગ્રાફી ધ બિગ મિસ્ટેક્સ ઑફ માઈ લાઈફમાં આ ઘટના વિશે લખ્યુ છે. જ્યારે સંજયની પત્નીને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. ઘરમાં આ વાતને લઈને ખૂબ જ બબાલ થઈ હતી.

તો બીજી તરફ ઝીનતે બધુ ભૂલીને ૧૯૮૫માં મઝહર ખાન સાથે લગ્ન કરી લીધા. જાે કે લગ્નના કેટલાક દિવસો બાદ જ બંનેમાં ઝઘડા થવા લાગ્યા હતા. મઝહર પણ ઝીનત સાથે મારપીટ કરતા હતા. જણાવી દઈએ કે મઝહરનું મોત કિડની ફેઈલ થવાના કારણે થયું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.