આ અભિનેત્રીની નવી નકોર AUDI કારના બોનેટ પાસે શ્રીફળ વધેરતા શું થયું?

મુંબઇ, Naagin-૬ની અભિનેત્રી અને Bigg Bossની વિજેતા તેજસ્વી પ્રકાશ અત્યારે પોતાની નવી કારને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી મંગળવારના રોજ છેઙ્ઘૈના શૉરુમ પહોંચી હતી અને તેણે મોંઘીદાટ Audi Q7 કાર ખરીદી હતી. તેની સાથે કરણ કુન્દ્રા પણ પહોંચ્યો હતો. આ અવસરનો મજાનો વીડિયો પણ સામે આવ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં જાેઈ શકાય છે કે તેજસ્વી પ્રકાશ કાર ખરીદ્યા પછી શ્રીફળ વધેરવાનો પ્રયત્ન કરી રહી છે. વીડિયોમાં જણાઈ રહ્યું છે કે, તેજસ્વી શૉરુમની બહાર કારની સામે શ્રીફળ વધેરવાનો પ્રયત્ન કરી રહી છે. તેજસ્વીએ ઘણીવાર પ્રયત્ન કર્યો પરંતુ તે ફૂટતું નથી. આટલુ જ નહીં, એકવાર તો શ્રીફળ તેના હાથમાંથી છટકીને દૂર જતું રહે છે. બીજી વાર પ્રયત્ન કર્યો તો ફરીથી છટકીને કાર પાસે પહોંચી ગયુ હતું.
આખરે તે આ પ્રયત્નમાં સફળ થાય છે. તેજસ્વી આ કાર ખરીદીને ઘણી ખુશ છે. ઉલ્લેખનીય છે કે શનાયા કપૂરે થોડા સમય પહેલા આ જ કાર ખરીદી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ કારની કિંમત ૮૦થી ૯૦ લાખ રુપિયાની અંદર છે.
તેજસ્વીએ નવી કાર ખરીદી અને પછી ૫મી એપ્રિલના રોજ આયોજિત ફેમિનાની ઈવેન્ટમાં તે લઈને પહોંચી હતી. તેની સાથે ઈવેન્ટમાં કરણ કુન્દ્રા પણ જાેવા મળ્યો હતો. તેજસ્વી બ્લેક આઉટફિટમાં ઘણી સુંદર લાગી રહી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેજસ્વી પ્રકાશે જણાવ્યું કે, અમે કાર ખરીદી ત્યારે કરણ કુન્દ્રા મારી સાથે હતો, માટે સૌથી પહેલા બેસવાની તક પણ તેને જ મળી હતી.
View this post on Instagram
આજે હું ડ્રાઈવ કરી રહી છું કારણકે આજે પહેલો દિવસ છે. પરંતુ હવેથી કરણ જ કાર ચલાવશે. તેજસ્વીઆ ઈવેન્ટમાં ગૌરી અને નૈનિકા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આઉટફિટમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે બિગ બોસની ૧૫મી સિઝનની વિજેતા તેજસ્વી પ્રકાશ હતી. આ સિઝનમાં કરણ કુન્દ્રા તેની સાથે હતો. બિગ બોસના ઘરમાં જ તેઓ ક્લોઝ આવ્યા હતા.
બિગ બોસના ઘરમાંથી બહાર નીકળીને તેજસ્વી નાગિન ૬માં જાેવા મળી રહી છે. નાગિનની આ સિઝનમાં તેને લીડ રોલ મળ્યો છે. નાગિનના રોલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.SSS