Western Times News

Gujarati News

અભિનેત્રી દિશા પટણીની સ્કૂલની તસવીર વાયરલ

મુંબઈ: બોલીવુડની બ્યૂટીક્વીન અને આઇકોન એક્ટ્રેસ દિશા પટણીના ફોટા આમ તો વાયરલ થતા હોય છે. તેમની દરેક અદા પર તેમના ફેન્સ મરે છે. પરંતુ આ વખતે દિશા પટણીનો એક જૂનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. દિશાનો આ ફોટો જાેઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. દિશા પટણીનો વાયરલ થઇ રહેલો આ ફોટો ખૂબ જૂનો છે. દિશા આ ફોટામાં સ્કૂલ યૂનિફોર્મ પહેરેલી જાેવા મળી રહી છે. તેની સાથે જ તેના વાળ પણ ખૂબ નાના છે. દિશાનો આ ફોટો કેટલો જૂનો છે.

હાલ તેના વિશે કોઇ જાણકારી નથી. સોશિયલ મીડિયા પર આ ફોટાને એક ફેનએ શેર કર્યો છે. આ પહેલાં પણ દિશા પટણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તે વીડિયોમાં દિશા એક એડ શૂટ કરતી જાેવા મળી રહી હતી. તે દરમિયાન દિશા ફક્ત ૧૯ વર્ષની હતી. દિશાના જૂના ફોટા અને વીડિયો મોટાભાગે સોશિયલ મીડિયા પર પર વાયરલ થતા રહે છે. વીડિયો પહેલાં તેમણે સાડી પહેરી મોડલિંગ ડેઝના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થઇ રહેલો

દિશા પટણીના જૂના ફોટામાં ટ્રાંસફોર્મેશન સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે. દિશા જૂના ફોટામાં ખૂબ સીધી સાદી લાગી રહી છે. તો તાજેતરના ફોટામાં તેમને એકદમ ગ્લેમરસ બનાવી દીધી છે. તેમના ફિગર અને ટોન્ડ બોડીના ખૂબ દીવાના છે. તમને જણાવી દઇએ કે દિશા પટણી છેલ્લીવાર સલમાન ખાનની સાથે રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં જાેવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ટાઇગર શ્રોફએ તેમનો એક ડાન્સ વીડિયો શેર કરી તેમને બર્થડે વિશ કર્યો હતો, જાેકે ખૂબ વાયરલ થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.