અભિનેત્રી દીપિકાએ રણથંભૌર ટ્રિપની તસવીરો શેર કરી
મુંબઈ: દુનિયાભરે શુક્રવારે નવ વર્ષની સાથે શરૂઆત કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ ધામધૂમથી નવાં વર્ષનું સ્વાગત કર્યું છે. કેટલાંક સેલિબ્રિટીઝે તેમનાં ઘરે જ નવું વર્ષ ઉજવ્યું તો કેટલાંક અલગ અલગ જગ્યાએ ફરવા ગયા. એમ જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ફરવા ગયાં. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જેમ જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ તેમનાં નવાં વર્ષની ઉજવણી માટે રણથંભૌર પહોચ્યા હતાં, જ્યાંથી હવે દીપિકા પાદુકોણની તસવીર વાયરલ થઇ રહી છે.
હાલમાં જ તેની તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હટાવ્યાં બાદ દીપિકા પાદુકોણે તેની એક તસવીર શેર કરી છે. જે ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. આ ફોટોમાં દીપિકા પ્લેડ કોટમાં પાર્કમાં ફરતી નજર આવે ચે. ફોટોમાં રણથંભૌર નેશનલ પાર્કની સુંદરતા નજરે આવી રહી છે. જંગલની વચ્ચે દીપિકાઆ ફોટોમાં કેમેરાની જગ્યાએ નેશનલ પાર્કની સુંદરતા નિહાળતી નજર આવી રહી છે.
ફોટો શેર કરતાં દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક કોમ્પ્લિટમેન્ટ મને હમેશાં પરિવાર અને મિત્રોથી મળે છે. અને તે છે કે, મે જે પણ હાંસેલ કર્યું છે તે તમામ પ્રોફેશનલી હાંસેલ કર્યું હતું. કંઇપણ મેળવવાં માટે વ્યક્તિગત રીતે મે મારી જાતને જરાં પણ બદલી નથી. કદાચ તેમને નથી ખબર કે તેમાં તેમનો કેટલો મોટો રોલ છે. પણ મારા માટે મારા પરિવાર અને મિત્રો માટે સમય વિતાવવો ખુબજ જરૂરી છે. આ મને મૂળથી જાેડી રાખે છે. જે મને યાદ અપાવે છે કે હું કોણ છું.