અભિનેત્રી નગમા કોરોના વાયરસથી સંક્રમિત થઈ
મુંબઈ: દેશમાં કોરોનાની બીજી લહેર સામાન્ય વર્ગ સહિત મોટી હસ્તીઓને પણ ઝપેટમાં લઇ રહી છે. જેની અસર બોલીવૂડ પર જાેવા મળી રહી છે. કોરોનાની બીજી લહેરમાં બોલીવૂડની ઘણી બધી હસ્તીઓ કોરોના સંક્રમણનો શિકાર બની ચૂકી છે અને તાજેતરમાં લોકપ્રિય અભિનેત્રી નગમા પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકી છે. નગમાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી હોમ કોરન્ટાઇન થઇ હતી.
નગમાએ પાંચ દિવસ પહેલા જ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. નગમાએ તેના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપી હતી કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નગમાએ એમ પણ કહ્યું હતું કે થોડા દિવસ પહેલા તેણે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પરંતુ હાલમાં ટેસ્ટ કરાવ્યો તો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેથી હું હોમ કોરન્ટાઇન થઉં છું. આપ સૌને આગ્રહ છે કે પોતાનું ધ્યાન રાખો.
રસી લીધા પછી પણ કોઇ પ્રકારની બેદરકારી ન રાખશો. સુરક્ષિત રહો. ૯૦ના દાયકાની સુપ્રસિદ્ધ અભિનેત્રી કોરોના પોઝિટિવ થતાં તેમના ફેન્સ અને બી ટાઉન સેલેબ્રિટિઝએ પ્રતિક્રયા આપી હતી. જેમાં સોની રાજદાન અને આલિયા ભટ્ટની માતા એ ટ્વીટ કરી હતી કે નગમા પોતાનું ધ્યાન રાખજાે અને અન્ય એક ટેસ્ટ કરાવી લો. જાે સંક્રમણના લક્ષણ નહીં હોય પોઝિટિવ રિપોર્ટ ખોટો હોઇ શકે છે અને જાે લક્ષણ છે તો આશા છે કે સામાન્ય હોય. કોરોના સંક્રમણની ઝેપટમાં આવી ચૂકેલા બોલીવૂડમાં નગમા પહેલા કેટરિના કૈફ, અક્ષય કુમાર, ગોવિંદા, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, આર માધવન, મનોજ બાજપેયી, કાર્તિક આર્યન, સિદ્ધાંત ચતુર્વેદી, તારા સુતરીયા, રમેશ તૌરાની, બપ્પી લહેરી, સતીશ કૌશિક સહિત અનેક હસ્તીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂકી છે.