અભિનેત્રી નયનતારાએ બોયફ્રેન્ડ વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા
સિડની,સાઉથની અભિનેત્રી નયનતારા અને તેના બોયફ્રેન્ડ ડિરેક્ટર વિગ્નેશ શિવન આજે લગ્નમાં બંધનમાં બંધાઇ ગયા છે. ગુરુવારે ચેન્નાઈમાં તેમના લગ્ન બાદ વિગ્નેશે ટ્વીટર પર લગ્નનો પહેલો ફોટો શેર કર્યો હતો. વિગ્નેશે મંગળવારે તેમના લગ્નની તારીખ જાહેર કરી હતી. આ લગ્ન ચેન્નાઇ નજીક મહાબલીપુરમમાં કરવામાં આવ્યા હતા.
એક રિસોર્ટ બુક કરાવીને અહીં આ કપલના ધામધુમથી લગ્ન કરવામાં આવ્યા હતા. અભિનેતા રજનીકાંત, શાહરૂખ ખાન, સુર્યા અને વિજય અને ફિલ્મ નિર્માતાઓ મણિરત્નમ અને એટલી, ચિંરજીવી, સુર્યા, સામંથા રુથ પ્રભુ, બોની કપુર, વસંત રવિ, દિલિપ મહાબલીપુરમ ખાતેના લગ્નમાં હાજરી આપી હતી.
આ સિવાય મળતી માહિતી પ્રમાણે આ કપલ પોતાના લગ્નનું રિસેપ્શન ૧૦ જૂને રાખવાના છે.આ સિવાય શાહરુખે લગ્નમાં પુજા દદલાની સાથે પોતાના ફોટો પણ શેર કર્યા હતા. આ સિવાય લગ્નમાં સાઉથના સ્ટાર વિજય પણ પહોંચ્યા હતા, જેમના ત્યાં પહોંચતાની સાથે જ એક ફેને વિડિયો બનાવીને શેર કર્યો હતો.ss2kp