અભિનેત્રી નિધિ ભાનુશાળીનો બિકીની લુક સામે આવ્યો

મુંબઈ: ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોનૂ એટલે કે નિધિ ભાનુશાળી હાલમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. વર્ષ ૨૦૧૯ માં નિધિએ શોમાંથી ક્વિટ કર્યું હતું. નિધિ ભાનુશાળી બીએનો અભ્યાસ કરે રહી છે અને પોતાના અભ્યાસ પર ફોકસ કરવા માંગે છે. તે છેલ્લા કેટલાય સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે, પરંતુ બ્યૂટીથી ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં જ નિધિએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે,
જેમાં નિધિ બિકિનીમાં સ્વિમિંગ કરતી જાેવા મળી રહી છે. જે લોકો નિધિ ભાનુશાળીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, તે લોકો જાણતા હશે કે નિધિને કુદરતી વાતાવરણ ખુબ જ પસંદ છે. નિધિ દરેક રીતે પોતાની લાઈફને બેસ્ટ રીતે જીવવામાં વિશ્વાસ રાખે છે. નિધિના ઘણા વીડિયો છે જેમાં તે રિયલ લાઈફ એકદમ અલગ જાેવા મળી રહી છે. ફેન્સનું કહેવું છે કે પહેલાની સોનૂ તો એકદમ બદલાઈ ગઈ છે.
વીડિયોમાં તમે જાેઇ શકો છો કે, નિધિએ બ્લૂ બિકિની પહેરી છે. વાળને બાંધી નિધિ સ્વિમિંગ પૂલમાં ઉતરે છે. વીડિયોના કેપ્શનમાં નિધિએ લખ્યું- ખુશી, તે પણ જંગલની વચ્ચે. આ ઉપરાંત નિધિ એક ડોગ સાથે ચાદરમાં આરામ કરતી જાેવા મળી રહી છે. બિકિનીનું કવરઅપ પહેરી તે આરામ કરી રહી છે. નિધિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ સતત આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું ક્યા સે ક્યા હો ગયા દેખતે દેખતે. ત્યારે વધુ એક યૂઝરે લખ્યું શું વિચારી રાખ્યું છે, શું સન્યાસી બનવાનું છે, પ્લીઝ પાછી આવી જા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અને હાં, ભવ્યાને પણ લેતી આવજે. અન્ય એક યૂઝરે લખ્યું અરે સોનૂ આ શું દેખાળી રહી છે સવાર સવાર. તુ તો આખી બદલાઈ ગઈ.