અભિનેત્રી નુસરત જહાં દીકરાને લઈને ઘરે પહોંચી
મુંબઈ, બંગાળી ફિલ્મોના અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં એ ગત સપ્તાહમાં કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. સોમવારે બપોરે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી નુસરત જહાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કથિત બોયફ્રેન્ડ યશ દાસગુપ્તા સાથે દેખાઈ રહ્યા છે.
આ વીડિયોમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે યશે બાળકને પોતાના ખોળામાં લીધેલું છે. યશ જ્યારે ઘરની અંદર જઈ રહ્યો હતો ત્યારે તેણી પ્રેમથી મીડિયાનું અભિવાદન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે નુસરત જહાંએ બુધવારના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી યશ દાસગુપ્તાએ ફેન્સ માટે એખ પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યુ હતું કે, માતા અને દીકરો બન્ને સ્વસ્થ છે.
નુસરત જહાંએ પિતાનું નામ હજી સુધી જાહેર નથી કર્યું. રિપોર્ટ્સની વાત માનીએ તો નુસરત જહાંએ પોતાના દીકરાને સિંગલ મધર તરીકે ઉછેરવાનો ર્નિણય લીધો છે. તે પોતાના દીકરાને પિતાનું નામ આપવા નથી માંગતી. વર્ષ ૨૦૧૯માં નુસરત જહાંના લગ્ન બિઝનેસમેન નિખિલ જૈન સાથે થયા હતા.
પરંતુ થોડાક જ સમયમાં તેઓ અલગ થઈ ગયા હતા. નુસરત જહાંએ દાવો કર્યો હતો કે તેમના લગ્ન ભારતમાં માન્ય નથી કારણખે સ્પેશિય મેરેજ એક્ટમાં રજિસ્ટર કરવામાં નથી આવ્યા. જ્યારે નુસરત જહાં ગર્ભવતી હોવાની વાત સામે આવી હતી ત્યારે નિખિલ જૈને કહ્યુ હતું કે તેમને આ વિષે કોઈ જાણકારી નથી અને તે બાળકના પિતા નથી. નુસરત જહાં એક્ટર યશ દાસગુપ્તાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો લાંબા સમયથી ચાલે છે. નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેના વિવાદનું કારણ પણ આ જ માનવામાં આવી રહ્યું છે.
નુસરત જહાં અથવા તો યશ દાસગુપ્તાએ આ બાબતે કોઈ દિવસ સ્પષ્ટતા કરી નથી. તેમણે પોતાના સંબંધોને ખુલીને સ્વીકાર્યા નથી. પરંતુ જે રીતે નુસરત જહાંને યશ દાસગુપ્તા હોસ્પિટલ લઈ ગયો હતો અને બાળકને લઈને પણ તે પાછા ફરી રહ્યા છે તેના પરથી ચોક્કસપણે આ વાતને ફરીથી વેગ મળશે કે નુસરત જહાંના બાળકનો પિતા યશ દાસગુપ્તા જ છે.SSS