અભિનેત્રી નેહા પેંડસેની બોલ્ડ તસવીર વાયરલ થઈ
મુંબઈ, નેહા પેંડસે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો એક એવો બોલ્ડ ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. નેહાએ અરીસા સામે ખૂબ જ હોટ સેલ્ફી લીધી છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી નેહા પેંડસેએ ઘણા શોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. આ દિવસોમાં તે ‘ભાબીજી ઘર પર હૈંમાં અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છે જેને ખૂબ પસંદ કરવામાં આવે છે.
નેહા પેંડસે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો એક એવો બોલ્ડ ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. ફોટામાં નેહા પેંડસે બ્લુ મોનોકિનીમાં જાેવા મળી રહી છે. તેની બોલ્ડ સ્ટાઈલ ચાહકો ઉડીને આંખે વળગે છે. નેહા પેંડસેએ અરીસા સામે બેસીને એવી હોટ સેલ્ફી લીધી છે, જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ ફોટોને જાેરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ ફોટો શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું, તમને ફરીથી મળવાની રાહ નથી જાેઈ શકતી. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં નેહાના ખૂબ વખાણ કરી રહ્યા છે. નેહાની પોસ્ટ પર એક ચાહકે કોમેન્ટ કરી, ખૂબ જ હોટ. બીજાએ લખ્યું, હંમેશની જેમ અદભૂત. અન્યએ લખ્યું, હોટ લુક ભાભીજી.
તો ઘણા યુઝર્સે કોમેન્ટમાં હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા છે. ફોટામાં નેહાની બોલ્ડ સ્ટાઈલ જાેવા મળી રહી છે. મહત્વનું છે કે અગાઉ સૌમ્યા ટંડને ‘ભાબીજી ઘર પર હૈંમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવી હતી. પરંતુ ઓગસ્ટ ૨૦૨૦માં તેણે આ શોને અલવિદા કહી દીધું, ત્યાર બાદ તેની જગ્યાએ નેહા પેંડસેએ તેને લીધો.
મહત્વનું છે કે નેહા પેંડસે ભાબીજી ઘર પર હૈ પહેલા ઘણા શો અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ જાેવા મળી છે. નેહા પેંડસેને હાલમાં જ મરાઠી ફિલ્મ જૂનમાં તેના સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ સિવાય તેણે પોતાની એક નવી રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. નેહાએ જણાવ્યું કે તે ભવિષ્યમાં સ્ટાર્ટ અપ અને અન્ય બિઝનેસમાં પણ પગ મૂકવાનું વિચારી રહી છે.SSS