અભિનેત્રી નોરા ફતેહીએ સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી પોતાની સુપર ફિટ ફિઝીક અને જબરદસ્ત ડાન્સ સ્કિલ્સ માટે જાણીતી છે. તેનું ગીત જાલિમા કોકા કોલા ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે અને આ વચ્ચે તેના નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે. તસવીરોમાં નોરા ફતેહી સમુદ્ર કિનારે રેતીમાં બેઠી જાેવા મળી રહી છે. તેણે ટાઇગર પેટર્ન વાળી રિવીલિંગ ડ્રેસ પહેર્યો છે.
જેમાં તે સુંદર લાગી રહી છે. આ આઉટફિટમાં નોરાનો નવો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. તેણે કાનમાં મોટી-મોટી ગોલ્ડન ઇયર રિંગ્સ પહેરી છે અને ખુલ્લા વાળમાં પોતાનો જલવો દેખાડી રહી છે. આમ તો નોરા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરી રહી છે, પરંતુ આ વખતે તેણે ફેન્સને આ ટ્રીટ એક ખાસ કારણે આપી છે.
હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીની ફેન ફોલોઇંગ ત્રણ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. તો આ ખુશખબરી નોરાએ પોતાની નવી તસવીરો સાથે ફેન્સ સાથે એન્જાેય કરી રહી છે. વાત કરીએ નોરાની તસવીરો પર ફેન્સના રિએક્શનની તો માત્ર ૨ કલાકમાં તસવીરોને ૧૧ લાખથી વધુ ફેન્સે લાઇ કરી છે. લોકો કોમેન્ટ કરી નોરા ફતેહીની પ્રશંસા કરી રહ્યાં છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો નોરા જલદી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જાેવા મળશે. ફિલ્મ ડિઝ્ની હોટ સ્ટાર પર રિલીઝ થશે.