અભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે
મુંબઈ, ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જી હાલ સાતમા આસમાને છે કારણકે તેનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. પૂજા બેનર્જી કુણાલ વર્મા સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. કુણાલ અને પૂજાએ માર્ચ ૨૦૨૦માં કોર્ટ મેરેજ કર્યા હતા અને તેમનો ૧ વર્ષનો દીકરો છે જેનું નામ ક્રિશિવ છે.
પૂજા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેણે કહ્યું હતું, “હા, હું અને કુણાલ જીવનના નવા અને સુંદર તબક્કામાં પ્રવેશવા માટે ખૂબ ઉત્સુક છીએ. હું અત્યારે ખૂબ ખુશ છું અને મારો અંગત સમય માણી રહી છું. હું એપ્રિલ મહિનાથી ઘરની બહાર નીકળી નથી.”
જાેકે, આ ભૂતકાળની વાત છે અને પૂજા હવે મુક્તપણે ઘરની બહાર નીકળે છે. એ વખતે પૂજાએ એમ પણ કહ્યું હતું કે કોવિડની સ્થિતિ સુધરતાં તેઓ રિવાજ મુજબ પરણશે. હવે, રિવાજાે મુજબ લગ્ન કરવાનું પૂજાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.
પૂજા અને કુણાલ ૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ લગ્ન કરવાના છે. પૂજા અને કુણાલ ૧૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ રિવાજાે મુજબ પરણવાના બતા પરંતુ કોરોનાના કારણે તેમના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. હવે પૂજા અને કુણાલ ગોવામાં પરણવાના છે ત્યારે તેમનો દીકરો પણ તેમાં હાજરી આપશે. મમ્મી-પપ્પાના લગ્નમાં ક્રિશિવ આકર્ષણનું કેંદ્ર બની રહેશે.
હંમેશા નાના બાળકને સવાલ થતો હોય છે કે, તે પોતાના માતાપિતાના લગ્નમાં કેમ નહોતો. ત્યારે ક્રિશિવ પેરેન્ટ્સના લગ્નમાં હાજર હશે અને તે મોટો થઈને આ તસવીરો જાેશે ત્યારે તેની પ્રતિક્રિયા રસપ્રદ હશે. આ વિશે પૂજાએ કહ્યું આ મજેદાર બની રહેશે. પૂજાએ પોતાના લગ્ન વિશે વાત કરતાં કહ્યું, “ગોવામાં થનારા લગ્ન ખૂબ જ અંગત લોકોની હાજરીમાં થશે.
લગ્નના થોડા દિવસો બાદ અમે મુંબઈમાં પાર્ટી રાખીશું જેમાં મોટી સંખ્યામાં સંબંધીઓ અને મિત્રોને બોલાવીશું. જણાવી દઈએ કે, ટીવી સીરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરવા માટે જાણીતી છે. આ ઉપરાંત પૂજાએ ‘કૂબૂલ હૈ’, ‘સર્વગુણ સંપન્ન’ અને ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે, પૂજા અને કુણાલે ૮-૯ વર્ષની રિલેશનશીપ બાદ કોર્ટે મેરેજ કર્યા હતા.SSS