અભિનેત્રી પૂજા ભટ્ટે પાંચ વર્ષ પહેલાં શરાબ છોડી હતી
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર પૂજા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અઢળક પોસ્ટ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત દેશ દુનિયા સાથે જાેડાયેલા મુદ્દાઓ ઉપર પણ તે પોતાનો મત રજૂ કરતી રહી છે. હવે હાલમાં પૂજા ભટ્ટે પોતાની એક તસવીર શેર કરી છે.
આ તસવીર સાથે તેણે પોતે આલ્કોહોલ છોડ્યાના પાંચ વર્ષ પૂરા થવા પર એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. પૂજા ભટ્ટે મંગળવારે આલ્કોહોલથી દૂર રહેવાના પાંચ વર્ષ પૂરા હોવાનું સેલિબ્રેશન કર્યું. તેણે કહ્યું હતું કે, દારુનું સેવન છોડી દેવાથી તેને ભાવનાત્મક ઉથલપાથલમાંથી બહાર નીકળવામાં મદદ મળી.
પૂજા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ લખી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દારુથી કરેલું અંતર કઈ રીતે તેના જીવનમાં પરિવર્તન લઈ આવ્યું છે. પૂજા ભટ્ટે કહ્યું હતું કે તે ઘણા સમય સુધી દરેક દિશામાં પ્રેમ શોધતી હતી, પરંતુ ધીરજ (પેશન્સ) સાથે તેનો સામનો થયો અને તેનાથી પ્રેમ થઈ ગયો.
પૂજા ભટ્ટ પોતાના દારુના સેવન સાથેના સંઘર્ષ વિશે ઘણાં સમયથી બોલતી આવી છે. પૂજા ભટ્ટે પહેલા કહ્યું હતું કે, તેણે દારુ છોડી દીધો છે કેમ કે તેને લાગ્યું હતું કે તે દારુની ચપેટમાં ફસાઈ ગઈ છે અને તેમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે તેનો હું સ્વીકાર કરી લઉં. પૂજા ભટ્ટે કહ્યું હતું કે, ‘લગભગ પાંચ વર્ષ થઈ ચૂક્યા છે, જ્યારથી મેં દારુનું સેવન કરવાનું છોડી દીધું છે.
એક વસ્તુ જેણે મને ખતરનાક તોફાનથી બચાવી, ખરાબ સમયમાં મારો સાથ આપ્યો અને ફેમના સમયમાં મને ધીરજ ધરતા શીખવ્યું. મારા જીવનમાં ત્રીજી વ્યક્તિ માટે કોઈ જગ્યા નથી. મારી લાઈફમાં મારી સૌથી પહેલા જરૂરિયાત હું પોતે છું.
મારી ઇમોશનલ હેલ્થ સૌથી પહેલા આવે છે. રિકવરી પહેલી પ્રાયોરિટી છે. ૧૯૯૦ના દાયકામાં ‘ડેડી’, ‘દિલ હૈ કી માનતા નહીં’ અને ‘જખ્મ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પૂજા ભટ્ટ હાલમાં વેબ સિરીઝ ‘બોમ્બે બેગમ’માં જાેવા મળી હતી. આ પહેલા પૂજા ભટ્ટે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક ૨’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર મુખ્ય પાત્રમાં જાેવા મળ્યા હતા.SSS