અભિનેત્રી પૂજા હેગડેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મુંબઈ: કોરોના સંક્રમણની બીજી લહેરથી બોલીવૂડ પણ બચી શક્યુ નથી. અત્યાર સુધી અનેક બોલીવૂડ હસ્તીઓ કોરોના સંક્રમણનો શિકાર બની ચૂકી છે, એવામાં અભિનેત્રી પૂજા હેગડે પણ કોરોનાથી સંક્રમિત થઇ હોવાના અહેવાલ છે. પૂજા હેગડેએ જાતે જ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ ટિ્વટર પર લખ્યું હતું કે,
આપ સૌને જાણ કરી રહી છું કે મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તમામ પ્રોટોકોલ્સને ફોલો કરતાં પોતાને આઇસોલેટ કરી લીધી છે. હું હાલમાં હોમ કોરન્ટાઇન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. પૂજાએ તેની ટિ્વટમાં લખ્યુ હતું કે, આપના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. સ્વાસ્થ સેવાનો લાભ ઉઠાવી રહી છું.
ઘરે જ રહો, સુરક્ષિત રહો અને ધ્યાન રાખો. પૂજા હેગડે હાલમાં મુંબઇ તેના પરિવાર સાથે રહે છે. પૂજા હેગડેએ હાલમાં જ દક્ષિણના સુપર સ્ટાર રામ ચરન સાથે એક ગીતનું શૂટિંગ સમાપ્ત કર્યું હતું, જે હૈદરાબાદમાં કરાયું હતું. પૂજા તેની આગામી ફિલ્મ રાધે શ્યામ માટે શૂટિંગ શરુ કરવાની હતી પરંતુ કોરોનાથી સંક્રમિત થતાં શૂટિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું છે.